For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેલગેટ : મમતા દીદીના કાર્યકાળ સુધી પહોંચ્યો CBI તપાસનો રેલો

|
Google Oneindia Gujarati News

mamata benerjee
નવી દિલ્હી, 14 મે : રેલવે લાંચ કાંડમાં ભાણીયાના વાંકે પવન બંસલે પોતાની ખુરશી ગુમાવવી પડી, હવે આ કૌભાંડની સીબીઆઇ તપાસ આગની જેમ આગળ વધી રહી છે. આ તપાસ પૂર્વ રેલમંત્રી મમતા બેનર્જીના કાર્યકાળ સુધી પહોંચી ગઇ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઇ હવે પૂર્વ રેલવે બોર્ડ ચેરમેન વિવેક સહાયની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે. સીબીઆઇ જાણવા માગે છે કે સહાયને મેમ્બર ટ્રેફિકની વધારાની જવાબદારી શા માટે સોંપવામાં આવી જ્યારે એ તો પહેલાથી જ રેલવે બોર્ડના ચેરમેન હતા.

સીબીઆઇનું માનવું છે કે આ જવાબદારી અન્ય કોઇને પણ સોંપાઇ શકતી હતી પરંતુ શા માટે આપવામાં ના આવી. સહાયની નિમણૂક એ સમયે થઇ હતી જ્યારે મમતા બેનર્જી રેલમંત્રી હતા.

સીબીઆઇ અધિકારીક સૂત્રોના અનુસાર સીબીઆઇએ તે સમયના રેલવેમાં બદલી અને નિમણૂંકો સાથે જોડાયેલા કાગળો અને ફાઇલ જપ્ત કરી લીધા છે જ્યારે મમતા બેનર્જી રેલમંત્રી હતા.

English summary
Railgate : CBI inquiry reached at Mamata didi's tenture.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X