For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીની રેલી માટે રેલેવે વિભાગ નહીં આપે મેદાન!

|
Google Oneindia Gujarati News

narendra modi
લખનઉ, 27 ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની કાનપુરમાં આયોજિત રેલી માટે રેલવે વિભાગે મેદાન આપવાનો ઇનકાર કરી દીધો છે. પહેલા રેલી 15 ઓક્ટોબરના રોજ યોજાવાની હતી પરંતુ દશેરા અને બકરી ઇદના કારણે હવે તે 20 ઓક્ટોબરના રોજ કરી દેવામાં આવી છે. રેલી કાનપુરના નિરાલાનગરમાં રેલવે મેદાન પર કરવાની છે પરંતુ વિભાગે મેદાન આપવાનો ઇનકાર કરી દીધો છે.

બીજેપી આ રેલીના માધ્યમથી ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણી પ્રચારની શરૂઆત કરી રહી છે. રેલીને પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ દ્વારા સંબોધિત કરવાનો પણ કાર્યક્રમ છે. ઉત્તર મધ્ય રેલવેના વરિષ્ઠ ઇજનેરે બીજેપીના જિલ્લાધ્યક્ષ સુરેન્દ્ર મૈથાની આ અંગેની સૂચના આપી દીધી છે. વરિષ્ઠ ઇજનેરે જણાવ્યું કે રેલવે બોર્ડે 2004માં જ રાજનૈતિક કાર્યક્રમો માટે રેલવેનું મેદાન અથવા અન્ય સંપત્તિઓને નહીં આપવાનો નિર્ણય કર્યો હતો.

આની વચ્ચે બીજેપીના પ્રદેશ પ્રવક્તા વિજય બહાદૂર પાઠકે જણાવ્યું કે મોદીની રેલી માટે પાર્ટી અન્ય કોઇ મેદાન શોધી લેશે, કેન્દ્ર અને રાજ્ય સરકાર મોદીની રેલીઓમાં અડચણ નાખવાનો બરાબર પ્રયાસ કરી રહી છે.

English summary
Uttar Pradesh Railway department refused to give garden for Narendra Modi's rally.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X