રેલવે લાંચ કાંડ : બંસલને ક્લીન ચિટ સામે કોર્ટે પ્રશ્ન ઉઠાવ્યો

આ કેસમાં પવન બંસલના ભાણિયાવિજય સિંગલા પર રેલવેના અધિકારી મહેશ કુમાર પાસેથી રિશ્વલ લેવાનો આરોપ છે. મહેશ કુમારે આ લાંચ પોતાની ગમતી જગ્યા પર પોસ્ટિંગ કરાવવા માટે આપ્યા હતા. મહેશ કુમાર પર આરોપ છે કે તેમને રેલવેમાં મેમ્બર ઇલેક્ટિકલનું પદ જોઇતું હતું. જેથી બેંગલોરની એક કંપનીને કોન્ટ્રાક્ટ અપાવી શકે. આ કંપનીના માલિકે મહેશ કુમારને રિશ્વત આપી હતી. જે બંસલના ભાણિયા વિજય સિંગલાને મળી હતી.
આ અંગે સીબીઆઇએ કોર્ટમાં જણાવ્યું કે તેમની પાસે પૂર્વ રેલવે મંત્રી પવન કુમાર બંસલની વિરુદ્ધ પુરતા પુરાવા નથી. પવન બંસલ સીબીઆઇની સાક્ષી તરીકે કોર્ટમાં રજૂ થવાના છે. આ મુદ્દે સીબીઆઈના જજ સુવર્ણકાંત શર્માએ સીબીઆઇની ઝાટકણી કાઢતા જણાવ્યું છે કે આ કેસમા પવન બંસલની ભૂમિકાની તપાસ પણ થઇ શકે છે.












Click it and Unblock the Notifications
