For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પહેલીવાર કોઇ ઠાકરે લડશે ચૂંટણી, રાજ બનશે CM કેન્ડીડેટ

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 1 જૂન: લોકસભા ચૂંટણીમાં મળેલી જોરદાર હાર બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ પોતાની દ્રષ્ટિ હવે સંપૂર્ણપણે વિધાનસભા ચૂંટણી પર કેન્દ્રીત કરી છે. રાજ ઠાકરેએ પોતાને પાર્ટીના મુખ્યમંત્રી ઉમેદવાર જાહેર કરી દીધા છે. રાજે જાહેરાત કરી છે કે તેઓ આ વખતે ચૂંટણી લડશે અને જો પાર્ટીને બહુમતી મળી તો સત્તા તેઓ જ સંભાળશે. માનવામાં આવી રહ્યું છે કે રાજ ઠાકરેએ નરેન્દ્ર મોદીના પગલા પર ચાલતા પોતાને સીએમ ઉમેદવાર જાહેર કર્યા છે.

રાજ ઠાકરેએ વિધાનસભા ચૂંટણીનું રણસીંગૂ ફૂંકી દીધું છે. લોકસભા ચૂંટણીમાં એક પણ બેઠક જીતવામાં નિષ્ફળ રહેલા રાજ ઠાકરે વિધાનસભા ચૂંટણીને લઇને કોઇપણ ચૂક થવા દેવા નથી માંગતા. એ જ કારણ છે કે તેમણે વિધાનસભા ચૂંટણી લડવા અને સીએમ પદ માટે પોતાની જવાબદારીની જાહેરાત કરી દીધી છે.

raj thackeray
રાજે જણાવ્યું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં હું પોતે ચૂંટણી લડીશ. જો જનતાએ અમારો સાથ આપ્યો અને અમને વોટ આપ્યા તો હું પોતે નેતૃત્વ કરીશ. આજથી જ તૈયારી કરી લો. લોકોની વચ્ચે જાવ અને અમારી વાતો જનતાને બતાવો.

બીજી બાજું ઉદ્ધવ ઠાકરે પણ એ વાતનો સંકેત આપી ચૂક્યા છે કે જો મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપ ગઠબંધનને બહુમંતી મળશે તો તેઓ મુખ્યમંત્રીની ખુરશી સંભાળી શકે છે. જ્યારે કોંગ્રેસ-એનસીપી ગઠબંધન સીએમ ઉમેદવારના નામ પર હજી સુધી ચુપ્પી સાધેલી છે.

ભાજપનું કહેવું છે કે લોકસભા ચૂંટણીમાં જનતા રાજને નકારી ચૂંકી છે. એવામાં તેમનો નવો ફોર્મ્યૂલા કેટલો સફળ થાય છે તે પણ જનતા જ નક્કી કરશે. ભાજપ નેતા દેવેન્દ્ર ફડનવીસે જણાવ્યું કે જો રાજને લાગે છે કે ચૂંટણી લડવી જોઇએ તો અમે તેનું સ્વાગ કરીએ છીએ. લોકસભા ચૂંટણીમાં જનતાએ તેમનો સ્વીકાર કર્યો નથી, જોકે વિધાનસભામાં પણ એનો નિર્ણય પણ જનતા જ કરશે.

English summary
First time Thackeray will fight election, Raj will be CM candidate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X