Video: રેડીસન હોટલમાં ઊંઘમાં Bigg Boss સ્પર્ધક પર બળાત્કાર!
જયપુર, 15 એપ્રિલ: જાણીતા રિયાલીટી શો બિગ બોસ સીઝન 5ની સ્પર્ધક રહેલી એક સુપર મોડેલની સાથે ફેમશ હોટલમાં બળાત્કાર થયાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. હા આ ઘટના રાસ્થાનના ઉદયપુરના હોટલ રેડીસન બ્લૂની છે. મોડેલની ફરિયાદ પર ઉદયપુરની અંબામાતા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી લીધી છે અને મામલાની વધુ તપાસ હાથ ધરી છે. ચોંકાવનારી વાત એ છે કે મોડેલની સાથે ઊંઘમાં બળાત્કાર કરવામાં આવ્યો અને જ્યારે તે સુઈને ઊઠી તો તેને ખબર પડી કે તેની સાથે બળાત્કાર થયો છે.

પોલીસે જણાવ્યું કે મોડેલ અત્રે મહિલા સશક્તિકરણને લઇને પોતાના અભિયાનના સિલસિલામાં પ્રેસ કોન્ફ્રેન્સ અને કાર્યક્રમ એટેન્ડ કરવા આવી હતી. આ ઉપરાંત કેલેન્ડરની લોન્ચિંગમાં પણ હાજરી આપવાની હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ મોડેલ બિગ બોસ 5માં પોતાના વર્તનના કારણે ખૂબ જ ચર્ચામાં હતી. શોમાંથી બહાર આવ્યા બાદ આ મોડેલે ઘણા ખુલાસા પણ કર્યા હતા. તેની સાથે બનેલી આ ચોંકાવનારી ઘટનાથી તે હેબતાઇ ગઇ છે અને પોલીસ પણ હેરાન છે. ન્યૂઝ ચેનલ સમાચાર પ્લસ અનુસાર મોડેલનનું નામ પૂજા મિશ્રા બતાવવામાં આવી રહ્યું છે.
પૂજા મિશ્રાનો વીડિયો...












Click it and Unblock the Notifications
