For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાનમાં દૂધ કરતા પણ મોંઘુ વેચાઈ રહ્યું ગૌમૂત્ર, જાણો કારણ

ફક્ત દૂધ જ નહીં પરંતુ હવે ગૌમૂત્ર પણ રાજસ્થાનના ખેડૂતો માટે આવકનો મુખ્ય સ્ત્રોત બની ગયો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ફક્ત દૂધ જ નહીં પરંતુ હવે ગૌમૂત્ર પણ રાજસ્થાનના ખેડૂતો માટે આવકનો મુખ્ય સ્ત્રોત બની ગયો છે. રાજસ્થાનના પશુપાલન ક્ષેત્રમાં કામ કરી રહેલા ખેડૂતોના જણાવ્યા અનુસાર દૂધની સાથે સાથે ગૌમુત્રના વેચાણમાં પણ ભારે વધારે જોવા મળ્યો છે. ટીઓઆઈ ખબર અનુસાર રાજસ્થાનમાં ગીર અને થરપાકર જેવી ઉંચી નસલની ગાયોનું ગૌમૂત્ર થોક બજારમાં 15 થી 30 રૂપિયે લીટર વેચાઈ રહ્યું છે, જયારે આ ગાયોનું દૂધ 22 થી 25 રૂપિયે લીટર વેચાઈ છે. જેને કારણે રાજસ્થાનના ડેરી ખેડૂતોની આવકમાં 30 ટકાનો વધારો જોવા મળ્યો છે.

ગૌમૂત્ર પણ રાજસ્થાનના ખેડૂતો માટે આવકનો સ્ત્રોત બન્યો

ગૌમૂત્ર પણ રાજસ્થાનના ખેડૂતો માટે આવકનો સ્ત્રોત બન્યો

જયપુરના ખેડૂત કૈલાશ ગુજજરે ટીઓઆઈ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે જૈવિક ખેતી સાથે જોડાયેલા લોકોએ તેમની પાસેથી ગૌમૂત્ર ખરીદવાનું ચાલુ કર્યું. ગાયોની સાથે સાથે ગૌમૂત્રના વેચાણને કારણે તેમની આવકમાં 30 ટકાનો વધારો થયો. તેમને જણાવ્યું કે ગૌમૂત્રનો ઉપયોગ જૈવિક ખેતી માટે કરવામાં આવે છે. તેની સાથે ગૌમૂત્રનો ઉપયોગ દવાઓ અને ધાર્મિક કાર્યોમાં પણ કરવામાં આવે છે.

ગૌમૂત્રના વેચાણમાં વધારો

ગૌમૂત્રના વેચાણમાં વધારો

કૈલાશ ગુજ્જર ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગૌમૂત્ર ભેગું કરવા માટે તેઓ આખી રાત જાગીને ગાયો પર નજર રાખે છે. તેની કોશિશ રહે છે કે ગૌમૂત્ર જમીન પર પડીને બરબાદ ના થાય. કૈલાશ ગુજ્જર ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ છેલ્લા બે દાયકાથી ગાયોનું દૂધ વેચી રહ્યા છે. દૂધ વિક્રેતા ઓમ પ્રકાશ મીણા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ જયપુરમાં ગીર ગાયોનું ગૌમૂત્ર ખરીદે છે. તેમને જણાવ્યું કે ગૌમૂત્ર તેઓ 30 રૂપિયાથી લઈને 50 રૂપિયા પ્રતિ લીટર વેચે છે. જૈવિક ખેતી કરનાર ખેડૂતોમાં તેની માંગ સૌથી વધારે છે.

આવકમાં 30 ટકાનો વધારો

આવકમાં 30 ટકાનો વધારો

ટીઓઆઈ રિપોર્ટ અનુસાર રાજ્ય સરકાર હેઠળ આવતા ઉદયપુરના મહારાણા પ્રતાપ કૃષિ વિશ્વવિદ્યાલયમાં દર મહિને લગભગ 300 થી 500 લીટર ગૌમૂત્ર ખરીદવામાં આવે છે. આ ગૌમૂત્રનો ઉપયોગ આર્ગેનિક ખેતી સાથે જોડાયેલા પ્રોજેક્ટમાં કરવામાં આવે છે. રાજસ્થાન સરકારના ગોપાલન વિભાગના મંત્રી ઓતા રામ દેવાસી ઘ્વારા જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં સરકાર તરફથી સંચાલિત 2562 ગૌશાળા છે, જેમાં લગભગ 8 લાખ 58 હજાર 960 ગાયો છે.

English summary
Rajasthan: cow urine in high demand, selling costlier than milk
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X