For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અશોક ગહેલોતને ડબલ ઝટકો, સચિન પાયલટની બગાવત બાદ આ પાર્ટીએ પાછુ ખેંચ્યુ સમર્થન

અશોક ગહેલોત સરકારને વધુ એક ઝટકો લાગ્યો છે.

|
Google Oneindia Gujarati News

ડેપ્યુટી સીએમ સચિન પાયલટની બગાવત બાદ રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ ચરમ પર છે. સોમવારે દિવસભર ચાલેલી ખેંચતાણ વચ્ચે મુખ્યમંંત્રી અશોક ગહેલોતે પોતાના સમર્થક ધારાસભ્યોને જયપુરની હોટલ ફેરમોંટમાં શિફ્ટ કરી દીધા. જો કે કોંગ્રેસનુ કહેવુ છે કે તેમની પાસે હજુ પણ 107 ધારાસભ્યોનુ સમર્થન છે અને અશોક ગહેલોત સરકાર સંપૂર્ણપણે સુરક્ષિત છે. કોંગ્રેસે આજે ફરીથી ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે અને સચિન પાયલટને પણ તેમાં હાજર રહેવા માટે કહ્યુ છે. આ દરમિયાન અશોક ગહેલોત સરકારને વધુ એક ઝટકો લાગ્યો છે. સરકારમાં શામેલ 'ભારતીય ટ્રાઈબલ પાર્ટી'એ પોતાનુ સમર્થન પાછુ લઈ લીધુ છે.

'ના અશોક ગહેલોતનો સાથ આપશે અને ના પાયલટનો'

'ના અશોક ગહેલોતનો સાથ આપશે અને ના પાયલટનો'

સ્થાનિક પક્ષ ભારતીય ટ્રાઈબલ પાર્ટીના રાજસ્થાનમાં બે ધારાસભ્ય છે જેમણે હજુ સુધી અશોક ગહેલોત સરકારને સમર્થન આપ્યુ હતુ. સોમવારે મોડી રાતે ભારતીય ટ્રાઈબલ પાર્ટીના અધ્યક્ષ મહેશભાઈ વસાવાએ પોતાના બંને ધારાસભ્યોને પત્ર લખીને નિર્દેશ આપ્યા કે જો વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થાય તો તેમની પાર્ટી આવી સ્થિતિમાં તટસ્થ રહેશે. મહેશભાઈ વસાવાએ પોતાના ધારાસભ્યોને કહ્યુ છે કે ફ્લોર ટેસ્ટ દરમિયાન ના તેઓ અશોક ગહેલોતના પક્ષમાં મતદાન કરશે અને ના સચિન પાયલટના પક્ષમાં. બંને ધારાસભ્યોને કોઈ પણ પ્રકારના શક્તિ પરીક્ષણ દરમિયાન સંસદમાંથી બહાર નીકળી આવવા કહ્યુ છે.

'કોઈ ભ્રમ થયો છે, અમે ગહેલોત સાથે છે'

વળી, એનડીટીવીના સમાચાર અનુસાર ભારતીય ટ્રાઈબલ પાર્ટીના બંને ધારાસભ્યોએ કહ્યુ કે અશોક ગહેલોત સરકાર સાથે છે. બંને ધારાસભ્યોનુ કહેવુ છે કે, 'લાગે છે કે કોઈ ભ્રમ થયો છે. હાલમાં અમે સરકાર સાથે જ છે પરંતુ પોતાની પાર્ટીના મોટા નેતાઓ સાથે વાતચીત બાદ આ વિશે અંતિમ નિર્ણય લઈશુ.' ઉલ્લેખનીય છેે કે હાલમાં જ થયેલી રાજ્યસભા ચૂંટણી દરમિયાન પણ ભારતીય ટ્રાઈબલ પાર્ટીના બંને ધારાસભ્યોએ કોંગ્રેસના પક્ષમાં મતદાન કર્યુ હતુ.

સચિન પાયલટ સાથે કેટલા ધારાસભ્ય?

સચિન પાયલટ સાથે કેટલા ધારાસભ્ય?

આ પહેલા રવિવારે મોડી રાતે સચિન પાયલટે પાર્ટીમાંથી બગાવત કરીને દાવો કર્યો કે તેમની પાસે 30 ધારાસભ્યોનુ સમર્થન છે અને રાજસ્થાન સરકાર લઘુમતમાં છે. જો કે કોંગ્રેસે સચિન પાયલટના દાવા પર સોમવારે જવાબ આપીને કહ્યુ કે તેમની સાથે માત્ર 16 ધારાસભ્યો છે. ત્યારબાદ સાંજ થતા થતા કોંગ્રેસ તરફથી નિવેદન આવ્યુ કે માત્ર 10થી 12 ધારાસભ્ય જ સચિન પાયલટ સાથે છે. વળી, કોંગ્રેસનુ એ પણ કહેવુ છે કે અશોક ગહેલોત સરકાર સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમની પાસે 107 ધારાસભ્યોનુ સમર્થન છે.

કોંગ્રેસની અપીલ, પાછા આવે પાયલટ

કોંગ્રેસની અપીલ, પાછા આવે પાયલટ

વળી, સોમવારે કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સૂરજેવાલા પણ જયપુર પહોંચ્યા અને સચિન પાયલટને અપીલ કરીને કહ્યુ,'છેલ્લા 48 કલાક દરમિયાન કોંગ્રેસના મોટા નેતાઓએ ઘણી વાર સચિન પાયલટ સાથે વાત કરવાની કોશિશ કરી છે. તે પાછા આવે, જે પણ મતભેદ છે તેને બેસીને ઉકેલવામાં આવશે. જો કોઈને પોતાના પદ કે પ્રોફાઈલ માટે કોઈ સમસ્યા હોય તો આવી સ્થિતિમાં પાર્ટી ફોરમ પર પોતાની વાત મૂકવી જોઈએ.'

ભાજપના નહિ જાય પાયલટ તો શું હશે આગામી પગલુ

ભાજપના નહિ જાય પાયલટ તો શું હશે આગામી પગલુ

તમને જણાવી દઈએ કે રવિવારે ચર્ચા હતી કે સચિન પાયલટ ભાજપમાં શામેલ થઈ શકે છે. જો કે હવે સમાચાર છે કે પાયલટ ભાજપમાં નહિ જાય. સચિન પાયલટના એક ખૂબ જ નજીકના સહયોગીએ જણાવ્યુ કે તે ભાજપમાં શામેલ નથી થઈ રહ્યા અને ના વિપક્ષી પાર્ટી સાથે કોઈ પ્રકારની મુલાકાત કરવાની તેમની યોજના છે. એવામાં પાયલટનુ આગામી પગલુ શું હશે તે વિશે સસ્પેન્સ યથાવત છે. વળી, અશોક ગહેલોતના ઘરે બોલાવવામાં આવેલી બેઠક પર સચિન પાયલટના નજીકના નેતાઓ કહ્યુ કે જે વખતે વિધાનસભાનુ કોઈ સત્ર નથી ચાલી રહ્યુ એ વખતે મુખ્યમંત્રીનુ આ રીતે વ્હીપ જારી કરવુ નિયમની વિરુદ્ધ છે. આ ઉપરાંત મુખ્યમંત્રીના ઘરે બેઠક માટે વ્હિપ કેવી રીતે જારી કરી શકાય છે.

એક લેટરે ઉભો કર્યો રાજસ્થાનમાં રાજકીય સંકટ

એક લેટરે ઉભો કર્યો રાજસ્થાનમાં રાજકીય સંકટ

સચિન પાયલટના નજીકના નેતાનુ કહેવુ છે કે પાયલટે પાર્ટીના રાજ્ય પ્રભારી અવિનાશ પાંડે, કોંગ્રેસ સંગઠન સચિવ કે સી વેણુગોપાલ અને દિલ્લીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ સામે ઘણી વાર અશોક ગહેલોતની કાર્યપ્રણાલી માટે ફરિયાદ કરી હતી પરંતુ તેમની ફરિયાદ પર કોઈ ધ્યાન આપવામાં આવ્યુ નહિ. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં ચાલી રહેલ રાજકીય સંકટ એ વખતે શરૂ થયુ જ્યારે રાજ્યની કોંગ્રેસ સરકારને પાડવા બાબતે રાજસ્થાન પોલિસના એસઓજીએ પોતાનુ નિવેદન નોંધાવવા માટે સચિન પાયલટને નોટિસ મોકલી.

કોરોનાનો કહેર, બેંગલુરુ સહિત આ શહેરોમાં ફરીથી લાગુ થયુ લૉકડાઉનકોરોનાનો કહેર, બેંગલુરુ સહિત આ શહેરોમાં ફરીથી લાગુ થયુ લૉકડાઉન

English summary
Rajasthan Crisis: Bhartiya Tribal Party Withdraws Its Support From Ashok Gehlot Government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X