• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ડોનાલ્ડ ટ્રમ્પની કોલેજમાંથી ભણેલા સચિન બનશે રાજસ્થાનના સીએમ? વાંચો પ્રોફાઈલ

|

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો કોંગ્રેસ માટે કોઈ ગુડ ન્યૂઝથી કમ નથી. રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બનતી જોવા મળી રહી છે અને માનવામાં આવી રહ્યુ છે કે સરકાર બનવા પર યુવા નેતા અને રાજસ્થાનની ટોંક સીટ પરથી ચૂંટણી લડી રહેલા સચિન પાયલટના હાથોમાં મુખ્યમંભી પદની કમાન આવી શકે છે. જો આવુ થશે તો 41 વર્ષના પાયલટ રાજસ્થાનના સૌથી નાની ઉંમરના સીએમ બનીને એક નવો રેકોર્ડ બનાવશે. સચિન પાયલટના નામ પર દેશમાં સૌથી નાની ઉંમરનો સાંસદ બનવાનો રેકોર્ડ છે. સચિન પાયલટ દેશના એવા નેતા છે જેમના વિશે દરેક જણ જાણવા ઈચ્છે છે. આમ તો તેમના જીવનના ઘણા પાસાં છે જે ઘણા રોચક છે પરંતુ એક વાત એવી છે કે જે કદાચ તમને ખબર નથી. પાયલટે જે કોલેજમાંથી એમબીએનો અભ્યાસ કર્યો છે તેના એલુમનીમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ પણ શામેલ છે.

આ પણ વાંચોઃ મધ્ય પ્રદેશ ચૂંટણી પરિણામ 2018: પ્રારંભિક રૂઝાનો બાદ શું બોલ્યા કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ

સૌથી નાની ઉંમરના સાંસદ છે સચિન

સૌથી નાની ઉંમરના સાંસદ છે સચિન

વર્ષ 2009માં સચિન પાયલટે રાજસ્થાનની અજમેર સીટ પરથી ભાજપની કિરણ માહેશ્વરને 76,000 થઈ વધુ મતોથી હરાવ્યા હતા. તે સમયે સચિનની ઉંમર માત્ર 32 વર્ષની હતી. વર્ષ 2014માં જો કે ભાજપના સાંવરલાલ જાટે પાયલટને અજમેર સીટ પરથી મ્હાત આપી દીધી હતી. જાન્યુઆરી વર્ષ 2014માં તેમને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ નિયુક્ત કરી દીધા હતા. જાન્યુઆરી 2014માં પાયલટને જ્યારે આ પદ સોંપવામાં આવ્યુ તો તે સમયથી લોકો માનવા લાગ્યા હતા કે આ પાર્ટીની એ રણનીતિ છે જેમાં પાયલટને રાજ્યના નેતા તરીકે આગળ વધારવામાં આવશે. એ સમયથી તેમને રાજ્યના સીએમ બનાવવા માટેની ટ્રેનિંગ મળવી શરૂ થઈ ગઈ હતી.

વ્હાર્ટન સ્કૂલ ઓફ યુનિવર્સિટીમાંથી ભણ્યા પાયલટ

વ્હાર્ટન સ્કૂલ ઓફ યુનિવર્સિટીમાંથી ભણ્યા પાયલટ

ઉત્તરપ્રદેશના સહારનપુરમાં કોંગ્રેસના કદાવર નેતા રાજેશ પાયલટ અને રમા પાયલટના ઘરે 7 સપ્ટેમ્બર, 1977ના રોજ પુત્ર સચિનનો જન્મ થયો હતો. નવી દિલ્લીના એરફોર્સ બાલ ભારતી સ્કૂલમાંથી સચિને શાળા શિક્ષણ મેળવ્યુ અને બાદમાં સેંટ સ્ટીફન્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યારબાદ સચિને ગાઝિયાબાદના આઈએમટી કોલેજમાંથી માર્કેટિંગમાં ડિપ્લોમા કર્યુ. અહીંથી તે અમેરિકાની ફિલાડેલ્ફિયામાં સ્થિત વ્હાર્ટન સ્કૂલ ઓફ ધ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા જતા રહ્યા. સચિને વર્ષ 2002માં અમેરિકાની આ પ્રતિષ્ઠિત કોલેજમાંથી એમબીએની ડિગ્રી મેળવી.

ડોનાલ્ડ ટ્રમ્પ અને વોરેન બફેટની કોલેજમાં ભણ્યા સચિન

ડોનાલ્ડ ટ્રમ્પ અને વોરેન બફેટની કોલેજમાં ભણ્યા સચિન

સચિન પાયલટે જે અમેરિકી કોલજેમાંથી અભ્યાસ કર્યો છે ત્યાંથી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, તેમની પુત્રી ઈવાંકા ટ્રમ્પ, ટેસ્લાના એલન મસ્ક, બર્કશાયર હેથવેના સીઈઓ વૉરેન બફેટ, ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ સહિત અનિલ અંબાણી અને આદિત્ય મિત્તલ જેવી હસ્તીઓએ ડિગ્રી લીધી છે. વ્હાર્ટન સ્કૂલ ઓફ ધ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના હાલમાં 153 દેશોમાં 95,000 પૂર્વ છાત્રો છે. આટલુ જ નહિ આ અમેરિકાની એવી કોલેજ છે જેના એમબીએ પ્રોગ્રામને બેસ્ટ માનવામાં આવે છે. યુએસ ન્યૂઝ વેબસાઈટની માનીએ તો વ્હાર્ટનથી ગ્રેજ્યુએટ કોઈ પણ સ્ટુડન્ટને પહેલા વર્ષમાં સરેરાશ 159,815 અમેરિકી ડૉલરની સેલેરીવાળી નોકરી સરળતાથી મળે છે. ફોર્ચ્યુનની 500 સીઈઓવાળી લિસ્ટમાં ટોપ 100 કંપનીઓના ત્રણ સીઈઓ આ કોલેજમાંથી ભણેલા હોય છે.

એક રાજનેતા અને એક ફોજી પણ છે સચિન

એક રાજનેતા અને એક ફોજી પણ છે સચિન

રાજકારણ સચિનના લોહીમાં દોડે છે. તેમના પિતા કોંગ્રેસની સરકારમાં કેન્દ્રીય મંત્રી રહ્યા તો તેમના લગ્ન જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલ ફારુક અબ્દુલ્લાની દીકરી સારા અબ્દુલ્લા સાથે થયા છે. સારાના ભાઈ ઉમર અબ્દુલ્લા હાલમાં નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ છે અને તે પણ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. છ સપ્ટેમ્બર 2012ના રોજ સચિન પહેલા એવા કેન્દ્રીય મંત્રી બન્યા જેમને ટેરિટોરિયલ આર્મીમાં એક ઓફિસર તરીકે કમિશન મળ્યુ. તેમના પિતા રાજેશ પાયલટ, ઈન્ડિયન એરફોર્સમા સ્કવૉડ્રન લીડરના પદ પરથી રિટાયર થયા હતા. પિતા રાજેશ એક દક્ષ પાયલટ હતા. પિતાની ઈચ્છા હતી કે પુત્ર પણ એક આર્મી ઓફિસર બને પરંતુ પુત્રએ રાજકારણ પસંદ કર્યુ હતુ. ત્યારબાદ પણ સચિને આર્મીમાં જવાની ઈચ્છા ન છોડી અને વર્તમાન સમયમાં ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ પાયલટ પોતાની સેવાઓ આપી રહ્યા છે. કમિશન મળ્યા બાદ સચિને કહ્યુ હતુ, ‘હું બહુ પહેલાથી આર્મીમાં જવા ઈચ્છતો હતો અ મારા પિતા અને મારા દાદાજી સેના સાથે જોડાયેલા રહ્યા હતા. હવે હું પણ આનો હિસ્સો બનીને સમ્માનિત અનુભવી રહ્યો છુ.'

આ પણ વાંચોઃ પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ નક્કી કરશે સંસદના શિયાળુ સત્રની કાર્યવાહી

English summary
Rajasthan Assembly Election Results 2018: Know all about Congress CM Probable Sachin Pilot.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X