For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીનો પ્રચાર કરીને ફસાયા રાજ્યપાલ કલ્યાણ સિંહ, રાષ્ટ્રપતિએ કાર્યવાહી કરવા કહ્યુ

રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહને લોકસભા ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે પ્રચાર કરવા માટે કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

|
Google Oneindia Gujarati News

રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહને લોકસભા ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે પ્રચાર કરવા માટે કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. ચૂંટણી કમિશને કહ્યુ કે તેમણે પોતાના બંધારણીય પદના નિયમોનું ઉલ્લંઘન કર્યુ છે. ઈસીએ આને ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન માનીને પોતાનો રિપોર્ટ રાષ્ટ્રપતિને સોંપ્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 'જરૂરી કાર્યવાહી' માટે સરકારને ફાઈલ મોકલી છે.

kalyan singh

રાષ્ટ્રપતિ કોવિંદે આંતરરાષ્ટ્રીય પ્રવાસેથી પાછા ફર્યા બાદ ગૃહમંત્રાલયને પત્ર મોકલ્યો. સ્વતંત્ર ભારતમાં આવુ પહેલી વાર થયુ છે કે કોઈ રાજ્યપાલને પ્રધાનમંત્રી માટે આદર્શ આચાર સંહિતા અને અભિયનાનનું ઉલ્લંઘન કરતા જોવામાં આવ્યા છે. કોડ રાજ્યપાલની જેમ બંધારણીય સંસ્થાઓ પર લાગુ નથી થતા. રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કરી દીધુ છે કે તેમને લાગે છે કે રાજ્યપાલોને સક્રિય રાજકારણથી દૂર રાખવા જોઈએ.

વળી, ચૂંટણી કમિશને રાષ્ટ્રપતિને લખ્યુ કે એક રાજ્યપાલે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યુ છે જે એક બંધારણીય પ્રાધિકરણનો એક ગંભીર અને દૂર્લભ અભિયોગ છે. આ તરફ કોંગ્રેસે રાષ્ટ્રપતિને મળવા માટે સમય માંગ્યો છે. કહેવામાં આવી રહ્યુ છે કે મુખ્ય વિપક્ષી દળ કોવિંદને કલ્યાણ સિંહની ફરિયાદ કરશે જેમાં તેમણે પોતાના પદ અને ઓફિસનો ખોટો ઉપયોગ કર્યો.

સૂત્રોનું કહેવુ છે કે હવે પ્રધાનમંત્રીએ આ વિશે નિર્ણય લેવાનો રહેશે કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજ્યપાલને હટાવી શકાય છે કે નહિ. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહે અલીગઢમાં 25 માર્ચે બધા દેશવાસીઓને ભાજપના કાર્યકર્તા ગણાવ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે અમે બધા ભાજપ કાર્યકર્તા છે અને બધા ઈચ્છીએ છીએ કે ભાજપ ચૂંટણી જીતે. કલ્યાણ સિંહે કહ્યુ હતુ કે અમે ઈચ્છીએ છીએ કે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બને એ દેશ માટે બહુ જરૂરી છે.

આ પણ વાંચોઃ Video: શાળામાં જનસભા દરમિયાન ફૂવડ ડાંસ મામલે હેમા માલિનીને નોટિસઆ પણ વાંચોઃ Video: શાળામાં જનસભા દરમિયાન ફૂવડ ડાંસ મામલે હેમા માલિનીને નોટિસ

English summary
Rajasthan Guv Kalyan Singh praises Modi, President sends notice for 'necessary action'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X