For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Rajasthan Political Crisis: હવે ભાજપે 20 ધારાસભ્યોને ગુજરાત શિફ્ટ કર્યા

Rajasthan Political Crisis: હવે ભાજપે 20 ધારાસભ્યોને ગુજરાત શિફ્ટ કર્યા

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ રાજસ્થાનમાં ચાલી રહેલ રાજકીય સંકટ અને 14 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહેલ વિધાનસભા સત્ર પહેલા રાજ્યમાં રાજનૈતિક હલચલ તેજ થવા લાગી છે. રાજસ્થાનની રાજનૈતિક ગરમા ગરમી હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. રાજસ્થાનની રાજનીતિએ હવે નવો વળાંક લઈ લીધો છે. કોંગ્રેસ બાદ હવે ભાજપે પોતાા ધારાસભ્યોને ગુજરાત મોકલવા શરૂ કરી દીધા છે.

જણાવી દઈએ કે રાજસ્થાનમાં ચાલી રહેલ રાજકીય સંકટ વચ્ચે હવે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ધારાસભ્યોને ખસેડવા શરૂ કરી દીધા છે. કોંગ્રેસ તેમના ધારાસભ્યોને તોડી શકે તેવો ભાજપને ડર છે. એવામાં હવે ભાજપ પોતાના ધારાસભ્યોને તૂટતા બચાવવાની કોશિશ કરી રહ્યો છે. માટે રાજસ્થાન ભાજપે પોતાના કેટલાક ધારાસભ્યોને ગુજરાત મોકલી દીધા છે.

સતીશ પૂનિયાએ પત્તા ના ખોલ્યાં

સતીશ પૂનિયાએ પત્તા ના ખોલ્યાં

જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયાએ એ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે તમામ ધારાસભ્યોને જાણકારી છે કે જલદી જ ધારાસભ્ય દળની બેઠક થનાર છે અને તેમાં બધા સામેલ થશે. સતીશ પૂનિયાએ કહ્યું કે, ‘20 ભાજપ ધારાસભ્યોને ગુજરાત લઈ જવામાં આવ્યા છે. સ્પષ્ટ છે કે અશોક ગેહલોત પાસે પોતાની સરકાર બચાવવા માટે પર્યાપ્ત સંખ્યા નથી. 14 ઓગસ્ટની સ્થિતિ પર નિર્ભર કરે છે કે ભાજપ સરકાર બનાવવા માટે પાયલટ સમૂહ સાથે દાવો કરશે કે નહિ. આ વિશે હાલ વધુ કંઈ ના કહી શકું.'

કોંગ્રેસ પર આરોપ લગાવ્યો

કોંગ્રેસ પર આરોપ લગાવ્યો

ભાજપી ધારાસભ્યોને ગુજરાત મોકલવાના મુદ્દે રાજસ્થાન ભાજપના અધ્યક્ષ સતીશ પૂનિયાએ કહ્યું કે ભાજપ ધારાસભ્યોને ગુજરાત લઈ જવામાં આવ્યા કેમ કે અશોક ગેહલોતના નેતૃત્વવાળી રાજસ્થઆનમાં કોંગ્રેસ સરકાર ભાજપના ધારાસભ્યોને લોભાવવા માટે નૈતિક અને અનૈતિક સાધનોનો ઉપયોગ કરી રહી હતી, અધિકારીઓનો ઉપયોગ કરી રહી હતી.

અત્યાર સુધી 20 ધારાસભ્યોને ગુજરાત મોકલ્યા

અત્યાર સુધી 20 ધારાસભ્યોને ગુજરાત મોકલ્યા

ગુજરાત મોકલાયેલા ધારાસભ્યોમાં સમારામ ગરાસિયા, જગસીરામ કોળી, પૂરારામ ચૌધરી, ધર્મનારાયણ જોશી, ફૂલ સિંહ મીણા, અમૃત લાલ મીણા, પ્રતાપ ગમેતી, બાબૂલાલ ખરાડી, ગૌતમ મીણા, અર્જુન લાલ જીનગર, ગોપીચંદ મીણા, કૈલાશ મીણા, હરેન્દ્ર નિનામા અને ગૌતમ લાલ મીણાના નામ સામેલ છે. જ્યારે ગોપી ચંદ મીણા, જબ્બર સિંહ સાંખલા, ગુરદીપ શાપિની, ધર્મેન્દ્ર કુમાર મોચી, ગોપાલ લાલ શર્મા અને નિર્મલ કુમાવતને શનિવારે મોકલવામાં આવ્યા.

14 ઓગસ્ટે વિધાનસભાનું સત્ર

14 ઓગસ્ટે વિધાનસભાનું સત્ર

રાજસ્થાનમાં રાજનૈતિક ઘટનાક્રમ વચ્ચે રાજ્ય સરકારે 14 ઓગસ્ટે વિધાનસભાનું સત્ર બોલાવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે સત્રમાં કોંગ્રેસની ગેહલોત સરકાર વિશ્વાસ મત પ્રસ્તાવ રજૂ કરી શકે છે. જો કે સીએમ ગેહલોતે કોરોના વાયરસના કારણે રાજ્યમાં વિધાનસભા સત્ર બોલાવવાની વાત કહી છે.

રાજનાથ સિંહે કરી મોટી જાહેરાત, 101 સરક્ષણ ઉપકરણોની આયાત પર રોકરાજનાથ સિંહે કરી મોટી જાહેરાત, 101 સરક્ષણ ઉપકરણોની આયાત પર રોક

English summary
Rajasthan political crisis: bjp shifts MLAs in gujarat, assembly session on 14th august
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X