રાજસ્થાનમાં જીત મેળવવા માટે ભાજપે ખાસ પ્લાન બનાવ્યો
ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ જેઓ સામાન્ય રીતે પરદા પાછળ જ ચૂંટણી માટે રણનીતિ બનાવે છે, તેઓ આ વખતે બધી જ ગતિવિધિઓમાં શામિલ થતા જોવા મળી રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ જેઓ સામાન્ય રીતે પરદા પાછળ જ ચૂંટણી માટે રણનીતિ બનાવે છે, તેઓ આ વખતે બધી જ ગતિવિધિઓમાં શામિલ થતા જોવા મળી રહ્યા છે. મધ્યપ્રદેશમાં ચૂંટણી દરમિયાન રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રામલાલ ઘ્વારા ટ્વિટર પર ભાજપ માટે વોટ માંગવાની અપીલ કરવામાં આવી હતી. જયારે સંયુક્ત મહાસચિવ વી સતીશે રાજસ્થાનમાં ભાજપની જીત સુનિશ્ચિત કરવા માટે રાજસ્થાન ચૂંટણીમાં શામિલ બહારના રાજ્યોના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી છે.
આ પણ વાંચો: સર્વેઃ યુપીમાં જો મહાગઠબંધન થયુ તો NDAને થઈ શકે છે 42 સીટોનું નુકશાન

રાજસ્થાનમાં બીજા રાજ્યના ભાજપા કાર્યકર્તાઓનો જમાવડો
રાજસ્થાન ભાજપ તે રિપોર્ટથી ખુબ જ ખુશ છે, જેમાં રાજ્યમાં તેમની સ્થિતિ સુધરતી જોવા મળી રહી છે. વી સતીશે ઝૂનઝૂનુ, ચુરુ, બિકાનેર અને સુરતગઢ જિલ્લામાં અન્ય રાજ્યોથી આવેલા કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી. તેમને કમજોર બાબતોની ઓળખ કરવા માટે અને સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સુજાવ આપવા કહ્યું. રાજસ્થાનમાં ચૂંટણી દરમિયાન બીજા રાજ્યના કાર્યકર્તાઓનો જમાવડો લાગ્યો છે.

દરેક કાર્યકર્તાઓને 10 ઘરો સુધી જવાની જવાબદારી આપવામાં આવી
વી સતીશ રાજસ્થાનમાં બૂથ મેનેજમેન્ટને વધારે મજબૂત કરવાના ઈરાદા સાથે આવ્યા ઉતર્યા છે. તેમને કાર્યકર્તાઓને બૂથનું મહત્વ સમજાવ્યું અને કહ્યું કે, 'બૂથ જીતો, ચૂંટણી જીતો' પાર્ટીની રણનીતિ છે. બહારના રાજ્યથી આવેલા પાર્ટી કાર્યકર્તાઓને રાજસ્થાનમાં વધારે જનસંપર્ક વધારવા માટે જણાવવામાં આવ્યું છે. દરેક કાર્યકર્તાને 10 ઘરો સુધી જવાની જવાબદારી આપવામાં આવી છે.

બૂથ જીતો, ચૂંટણી જીતો
બહારથી આવેલા કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે જણાવશે. તેઓ પરચીનું વિતરણ પણ કરશે. વી સતીશ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ કામ કોઈ પણ રીતે પૂરું કરવાનું રહેશે. આપને જણાવી દઈએ કે હાલમાં રાજસ્થાનમાં ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ અને બીજા રાજ્યોથી ભાજપાના કાર્યકર્તાઓ પહોંચી રહ્યા છે અને ચૂંટણી પ્રચારમાં જોડાઈ ચુક્યા છે.












Click it and Unblock the Notifications
