For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાનના રાજકીય સંકટમાં આજનો દિવસ મહત્વનો, કોર્ટ સંભળાવી શકે ફેસલો

રાજસ્થાનના રાજકીય સંકટમાં આજનો દિવસ મહત્વનો, કોર્ટ સંભળાવી શકે ફેસલો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રાજસ્થાનમાં મચેલા રાજકીય ઘમાસાણ વચ્ચે આજનો દિવસ ઘણો મહત્વનો છે. જણાવી દઇએ કે પ્રદેશના વિધાનસભા અધ્યક્ષ સીપી જોશીએ બાગી સચિન પાયલટ અને તેના સમર્થક 18 ધારાસભ્યોને પક્ષ પલટુ કાયદા અંતર્ગત નોટિસ થમાી હતી, પરંતુ આ નોટિસ વિરુદ્ધ સચિન પાયલટે હાઇ કોર્ટનો દરવાો ખટખટાવ્યો હતો. આ મામલે હાઇ કોર્ટ આજે પતાનો નિર્ણય સંભળાવી શકે છે. એવામા આજે કોર્ટના ફેસલા પર સચિન પાયલટ અને અશોક ગેહલોત વચ્ચેજંગનો નિર્ણાયક ફેસલો માનવામાં આવી રહ્યો છે.

rajasthan politics

વિધાનસભા અધ્યક્ષે સચિન પાયલટ સહિત 18 ધારાસભ્યોને ભારતીય સંવિધાનના અનુચ્છેદ 191ની દસમી અનુસૂચિ અને રાજસ્થાન વિધાનસભા સભ્ય નિયમ 1989 અંતર્ગત આ નોટિસ જાહેર કરી હતી. આ સમગ્ર વિવાદની સુનાવણી કોર્ટમાં પૂરી થઇ ચૂકી છે. સચિન પાયલટ તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ પૈરવી કરી અને કોર્ટમાં તેમની તરફથી દલીલ રાખી. હરીશ સાલ્વેએ કહ્યું કે કોઇપણ ધારાસભ્યએ પોતાની પાર્ટી વિરુદ્ધ કોઇપણ પ્રકારનું કોઇ નિવેદન નથી આપ્યું અને એવું કોઇ કામ પણ નથી કર્યું કે જેનાથી તેઓએ પાર્ટી વિરુદ્ધ ષડયંત્ર રચ્યું હોય તે સાબિત થઇ શકે. જેથી આ મામલાને પાર્ટીથી જોડી ના શકાય. હરીશ સાલ્વેએ આને અભિવ્યક્તિની આઝાદીનું ઉલ્લંઘન ગણાતા કહ્યું કે ધારાસભ્યોને પક્ષ પલટુ કાયદા અંતર્ગત નોટિસ ના આપી શકાય.

જણાવી દઇએ કે સચિન પાયલટ 18 બાગી ધારાસભ્યો સાથે હરિયાણાની એક હોટલમાં રોકાયા છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને પાડવા માંગે છે. આ કારણે તેઓ ધારાસભ્યોની ખરીદ ફરોખ્તી કરી રહ્યા છે. ભાજપે સ્પષ્ટ કર્યું કે તેમણે ક્યારેય ફ્લોર ટેસ્ટની માંગ નથી કરી. જેના પર હવે કોંગ્રેસે ફરી પલટવાર કર્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાશિદ અલ્વીએ કહ્યું કે ભાજપનું કહેવું છે કે અમે ફ્લોર ટેસ્ટની માંગ જ નથી કરી. તમે ફ્લોર ટેસ્ટની માંગ તો ત્યારે કરશો જ્યારે તમે ધારાસભ્યોને તોડી લેશો, તમે ધારાસભ્યોને ખરીદી નથી શકતા, તો ફ્લોર ટેસ્ટની માંગ કેવી રીતે કરશો. અગાઉ શનિવારે કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ભાજપ કોંગ્રેસના બાગી ધારાસભ્યોને કર્ણાટક શિફ્ટ કરવા જોઇએ, જેથી ગહલોત સરકારને અસ્થિર કરી શકે છે.

રાજસ્થાન: રાજ્યપાલને મળ્યા અશોક ગેહલોત, 102 ધારાસભ્યના સમર્થનનો કર્યો દાવોરાજસ્થાન: રાજ્યપાલને મળ્યા અશોક ગેહલોત, 102 ધારાસભ્યના સમર્થનનો કર્યો દાવો

English summary
Rajasthan: today high court will give verdict on sachin pilot's plea
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X