For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજનાથ સિંહે કર્યુ ઈમરજન્સી લેંડિંગ ફીલ્ડનુ ઉદઘાટન, હાઈવે પર ઉતર્યા સુખોઈ સહિત ઘણા ફાઈટર પ્લેન

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે એટલે કે ગુરુવારે રાજસ્થાનના બાડમેર પાસે NH-925A પર ઈમરજન્સી લેંડિંગ સુવિધા(ઈમરજન્સી લેડિંગ ફીલ્ડનુ ઉદઘાટન કર્યુ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ આજે એટલે કે ગુરુવારે રાજસ્થાનના બાડમેર પાસે NH-925A પર ઈમરજન્સી લેંડિંગ સુવિધા(ઈમરજન્સી લેડિંગ ફીલ્ડનુ ઉદઘાટન કર્યુ. અધિકારીઓ દ્નારા જાહેર કરાયેલ એક નિવેદનમાં જણાવ્યા મુજબ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણે ભારતીય વાયુ સેના માટે ઈમરજન્સી લેંડિંગ સુવિધાઓને ધ્યાનમાં રાખીને 3 કિમી લાંબી NH-925Aના સટ્ટા-ગંધવ સ્ટ્રેચ પર હવાઈ પટ્ટીનુ નિર્માણ કર્યુ છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરી, એર ચીફ માર્શલ એસ કે ભદોરિયા અને ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત જાલોરમાં રાષ્ટ્રીય રાજમાર્ગ પર ઈમરજન્સી લેંડિંગના ઉદઘાટનના પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં શામેલ થયા.

iaf

આ પ્રોજેક્ટ ભારતમાળા પરિયોજના હેઠળ ગગરિયા-બખાસર અને સટ્ટા-ગંધવના નવ વિકસિત ટૂ-લેન પેવ્ડ શોલ્ડરનો હિસ્સો છે જેની કુલ લંબાઈ 196.97 કિલોમીટર છે અને તેની કિંમત 765.52 કરોડ રૂપિયા છે. ઉદઘાટન કાર્યક્રમ દરમિયાન ભારતીય વાયુસેનાના લડાકુ વિમાન સુખોઈ Su-30 MKI સહિત ઘણા વિમાનોની હાઈવે પર લેંડિંગ કરાવવામાં આવી. ઈમરજન્સી લેંડિંગ ફીલ્ડના ઉદઘાટનના એક દિવસ પહેલા ભારતીય વાયુસેનાના ત્રણ ફાઈટર વિમાનોને રિહર્સલ તરીકે ઉતારવામાં આવ્યા હતા. હવાઈ પટ્ટી પર પહેલા હરક્યુલસ પ્લેનની ઈમરજન્સી લેંડિંગ કરવવામાં આવી ત્યારબાદ સુખોઈ, મિગ અને અગસ્તા હેલિકૉપ્ટરથી પણ લેંડિંગની પ્રેક્ટીસ કરવામાં આવી.

રાજસ્થાનમાં બાડમેર પાસે બનાવવામાં આવેલ આ ઈમરજન્સી લેંડિંગ ફીલ્ડ ભારત-પાકિસ્તાનની સીમાથી માત્ર 40 કિલોમીટર દૂર છે. આ ફીલ્ડને ભવિષ્યમાં કોઈ યુદ્ધ કે પછી અન્ય જરૂરતોની દ્રષ્ટિએ તૈયાર કરવામાં આવ્યુ છે. અધિકારીએ કહ્યુ કે આ પરિયોજના આંતરરાષ્ટ્રીય સીમા પર સ્થિત બાડમેર અને જાલોર જિલ્લાના ગામો વચ્ચે સંપર્કમાં સુધારો કરશે. આ ભારતીય સેનાની સતર્કતાની સુવિધા સાથે-સાથે મૂળભૂત ઢાંચાને મજબૂત કરશે. નિવેદનમાં આગળ કહેવામાં આવ્યુ છે કે આ પહેલી વાર છે જ્યારે ભારતીય વાયુસેના દ્વારા રાષ્ટ્રીય રાજમાર્ગનો ઉપયોગ ઈમરજન્સી લેંડિંગ માટે કરવામાં આવશે.

English summary
Rajnath Singh and Nitin Gadkari IAF Emergency Landing Field in Rajasthan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X