For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કર્યુ એક્સલ રોડનુ ઉદ્ઘાટન, ચીનને આપ્યો કડક સંદેશ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દાર્જિલિંગના સુકનાથી વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સિક્કિમમાં સીમા માર્ગ સંગઠન(બીઆરઓ) તરફથી બનાવવામાં આવેલ રસ્તાનુ ઉદ્ઘાટન કર્યુ.

|
Google Oneindia Gujarati News

ગંગટોકઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દાર્જિલિંગના સુકનાથી વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સિક્કિમમાં સીમા માર્ગ સંગઠન(બીઆરઓ) તરફથી બનાવવામાં આવેલ રસ્તાનુ ઉદ્ઘાટન કર્યુ. આ ખાસ પ્રસંગે જવાનોને સંબોધિત કરીને સંરક્ષણ મંત્રીએ કહ્યુ કે હું તમને એ પણ જણાવવા માંગુ છુ કે બીઆરઓ તરફથી સિક્કિમના મોટાભાગના સીમાવર્તી રસ્તાઓને ડબલ લેનમાં અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. આમાંથી ઈસ્ટ સિક્કિમમાં 65 કિમી માર્ગ નિર્માણ-કાર્ય પ્રગતિ પર છે અને 55 કિમી માર્ગ નિર્મામ યોજના હેઠળ કરવામાં આવ્યુ છે.

rajnath

વળી, નૉર્થ સિક્કિમમાં ભારતમાલા પરિયોજના અંતર્ગત 'મંગન-ચુંગથાંગ-યુમેસેમડોંગ' અને 'ચુંગથાંગ-લાચેન-જીમા-મુગુથાંગ નાકુલા' સુધી 225 કિમી ડબલ લેન માર્ગનુ નિર્માણ કાર્ય નિયોજિત છે. આ કાર્ય 9 પેકેજોમાં નિયોજિત કરવામાં આવ્યા છે જેમની અંદાજિત કિંમત 5710 કરોડ રૂપિયા છે. સંરક્ષણ મંત્રીએ કહ્યુ કે જૂના વૈકલ્પિક માર્ગ NH-310 પર ભારે માત્રામાં ભૂસ્ખલન અને સિંકિંગની સંભાવનાઓવાળુ ક્ષેત્ર છે. આનાથી વરસાદની સિઝનમાં અહીંના લોકો અને સેનાની અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હવે આ 19.35 કિલોમીટર વૈકલ્પિક માર્ગ NH-310 બની જવાથી આ મુશ્કેલીઓ દૂર થઈ શકે છે.

'દેશ પોતાના વીર સપૂતોને ક્યારેય ભૂલી નહિ શકે'

પોતાના સંબોધનમાં રાજનાથ સિંહે કહ્યુ કે ભારત હંમેશા પોતાના બધા પડોશીઓ સાથે સારો સંબંધ ઈચ્છયો છે પરંતુ આપણી તરફ આંખ ઉઠાવનારાઓને આપણે જવાબ આપવાનુ પણ જાણીએ છીએ. આપણા જવાનો આપણી સીમાઓ, અખંડતા અને સાર્વભૌમિકતાની રક્ષા માટે સમયે સમયે કુરબાની આપી છે. દેશ પોતાના વીર સપૂતોને ક્યારેય પણ ભૂલી નહિ શકે અને માતૃભૂમિ તરફ નાપાક નજર રાખનારાને આપણે ક્યારેય છોડીશુ નહિ.

'ચીન અને ભારત વચ્ચે બૉર્ડર પર શાંતિ હોવી જોઈએ'

સંરક્ષણ મંત્રીએ કહ્યુ કે ભારત ઈચ્છે છે કે ચીન અને ભારત વચ્ચે બૉર્ડર પર શાંતિ હોવી જોઈએ અને તણાવ ખતમ થવો જોઈએ પરંતુ હું સંપૂર્ણપણે આશ્વસ્ત છુ કે આપણી સેના કોઈને પણ દેશની એક ઈંચ જમીન પર પણ કબ્જો નહિ કરવા દે. તમને જણાવી દઈએ કે રસ્તાનુ ઉદ્ઘાટન કરતા પહેલા એલએસી પાસે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દશેરાના શુભ પર્વ પર આજે એલએસી પાસે નાથુલા પર સૈનિકો સાથે શસ્ત્ર પૂજન પણ કર્યુ હતુ.

LAC પાસે રાજનાથસિંહે કરી શસ્ત્રપૂજા, જવાનો સાથે મનાવશે દશેરાLAC પાસે રાજનાથસિંહે કરી શસ્ત્રપૂજા, જવાનો સાથે મનાવશે દશેરા

English summary
Rajnath Singh inaugurates a road constructed by the BRO in Sikkim through video conferencing from Sukna, Darjeeling.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X