For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંઘની શરણે ભાજપ, આજે રાજનાથ મોહન ભાગવતને મળશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

rajnath-singh
નાગપુર, 6 જુલાઇ: ભારતીય જનતા પાર્ટીના નેતા લાલકૃષ્ણ અડવાણીએ શુક્રવારે નાગપુરમાં સંઘ મુખ્યાલયમાં હાજરી આપ્યા બાદ શનિવારે પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ પહોંચી ગયા છે. મળતી માહિતી મુજબ રાજનાથ સિંહ આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુરૂવારે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ મુરલી મનોહર જોશીએ ગુરૂવારે મોહન ભાગવત અને ભૈયાજી જોશી સાથે મુલાકાત કરી હતી.

સંઘ મુખ્યાલયમાં ભાજપના મુખ્ય નેતાઓની અવર-જવરથી ક્યાસ લગાવવામાં આવી રહ્યાં છે કે નરેન્દ્ર મોદીના વધતા જતા કદ બાદ પાર્ટી હાઇકમાન્ડ ફરી સંઘ આગળ નતમસ્તક થઇ રહ્યું છે. લાલકૃષ્ણ અડવાણી જે પ્રકારે શુક્રવારે સંઘ મુખ્યાલયથી નિકળ્યા બાદ નરેન્દ્ર મોદી પ્રત્યે નરમ પડતાં જોવા મળ્યા હતા તેનાથી સ્પષ્ટ થઇ ગયું છે કે હવે નરેન્દ્ર મોદી અને લાલકૃષ્ણ અડવાણી સાથે મળીને કામ કરવાનું ફરમાન સંઘે આપી દિધું છે.

લાલકૃષ્ણ અડવાણીએ સંઘની સાથે પોતાના સંબંધોનો હવાલો આપતાં કહ્યું હતું કે જ્યારે તે 14 વર્ષના હતા ત્યારથી આરએસએસ સાથે જોડાયેલા છે. તેમને જણાવ્યું હતું કે સંઘ સરકાર્યવાહક ભૈયાજી જોશી સાથે દિવસભર ચર્ચા થઇ, બાદમા તે સરસંઘચાલક મોહન ભાગવત સાથે મળ્યા હતા.

English summary
After BJP leader LK Advani, party president Rajnath Singh met Rashtriya Swayamsevak Sangh chief Mohan Bhagwat in Nagpur on Saturday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X