For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'દરેક ભારતીયની છાતી ગર્વથી ફૂલી જશે જો આખી વાત જણાવી તો...' ભારત-ચીન વિવાદ પર રાજનાથ સિંહનુ મોટુ નિવેદન

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યુ છે કે જો ભારતલ અને ચીન વિવાદ પર સરકારે આખી માહિતી આપી દીધી તો દરેક ભારતીયની છાતી ગર્વથી ફૂલી જશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યુ છે કે જો ભારતલ અને ચીન વિવાદ પર સરકારે આખી માહિતી આપી દીધી તો દરેક ભારતીયની છાતી ગર્વથી ફૂલી જશે. રાજનાથ સિંહે શુક્રવાર(20 મે)નના રોજ પૂણેના એક કાર્યક્રમમાં કહ્યુ કે, જો અમે ભારત અને ચીનના 2020ના સામનાની આખી માહિતી આપી તો દરેક ભારતીયની છાતી ગર્વથી ફૂલી જશે. તે દેશના જવાનો પર વધુ ગર્વ કરશે. રાજનાથ સિંહે આ ઉપરાંત એ પણ કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વાં ભારત એક શક્તિશાળી દેશ તરીકે ઉભર્યો છે. વિશ્વપટલ પર ભારતનુ કદ વધ્યુ છે.

ભારત-ચીન સામ-સામે વિવાદ, વધુ નહિ કહુ... રાજનાથ સિંહ

ભારત-ચીન સામ-સામે વિવાદ, વધુ નહિ કહુ... રાજનાથ સિંહ

રાજનાથ સિંહે કહ્યુ, 'ભારત-ચીન સામ-સામે વિવાદ, આના પર વધુ નહિ કહુ કારણ કે જે રીતે આપણી સેનાએ હિંમત બતાવી અને કરિશ્માપૂર્ણ કામ કર્યુ હુ એટલુ જ કહીશ કે જો સંપૂર્ણ માહિતી આપી શકાય તો દરેક ભારતીયની છાતી ફૂલી જશે.' ગયા મહિને સંરક્ષણમંત્રીએ ચીનને સ્પષ્ટ સંદેશો આપતા કહ્યુ હતુ કે જો ભારતને નુકસાન થશે તો તે કોઈને છોડશે નહિ.

રાજનાથ સિંહે કહ્યુ - દુનિયામાં વધ્યુ ભારતનુ કદ

રાજનાથ સિંહે કહ્યુ - દુનિયામાં વધ્યુ ભારતનુ કદ

આ સાથે રાજનાથ સિંહે કહ્યુ, 'રશિયા-યુક્રેન સંકટ દરમિયાન આપણા વડાપ્રધાન (નરેન્દ્ર મોદી)ના શબ્દોની કિંમત અને કદ હતુ કારણ કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને વડાપ્રધાન મોદી દ્વારા વિનંતી કરવામાં આવી હતી કે જ્યાં સુધી ભારતીય નાગરિકોને યુક્રેનમાંથી બહાર કાઢવામાં ન આવે ત્યાં સુધી યુદ્ધવિરામ થવો જોઈએ અને તે જ થયુ. જ્યાં સુધી ભારતીય નાગરિકોને બહાર કઢા્યા ત્યાં સુધી યુદ્ધવિરામ થયો હતો. વિશ્વમાં ભારતનુ કદ વધ્યુ છે.

શું છે ભારત ચીન સીમા વિવાદ?

શું છે ભારત ચીન સીમા વિવાદ?

પૂર્વી લદ્દાખમાં પેંગોંગ લેક વિસ્તારોમાં બંને પક્ષો હિંસક અથડામણમાં સામેલ હતા ત્યારે 5 મે 2020થી ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે સીમા ગતિરોધ બંધ કરવામાં આવ્યો હતો. 15 જૂન 2020 ના રોજ ગલવાન ખીણમાં અથડામણ પછી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો જેમાં 20 ભારતીય સૈનિકો અને અસ્પષ્ટ સંખ્યામાં ચીની સૈનિકો માર્યા ગયા. પૂર્વી લદ્દાખની મડાગાંઠને ઉકેલવા માટે બંને દેશોએ અત્યાર સુધીમાં રાજદ્વારી અને સૈન્ય સ્તરની વાટાઘાટોના અનેક રાઉન્ડ યોજ્યા છે. વાટાઘાટોના પરિણામે બંને પક્ષોએ ગયા વર્ષે પેંગોંગ તળાવ અને ગોગરા પ્રદેશના ઉત્તર અને દક્ષિણ કાંઠે અલગ થવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે.

English summary
Rajnath Singh on India-China face-off says every Indian's chest would swell with pride
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X