
દશેરા પર રાફેલ લેવા ફ્રાન્સ જશે રક્ષામંત્રી રાજનાથ સિંહ
નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનામાં જલદી જ રાફેલ સામેલ થશે. દશેરાના દિવસે એટલે કે 8 ઓક્ટોબરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ ફાઈટર જેટ રાફેલ લેવા માટે ફ્રાન્સ જશે. દશેરાના દિવસે જ વાયુસેના દિવસ પણ છે. જો કે, રક્ષા મંત્રીની સત્તાવાર યાત્રાની સાથે જ શક્તિશાળી વિમાન વાયુસેનામાં સામેલ થઈ જશે, પરંતુ ભારતમાં રાફેલનું પહેલું કન્સાઈનમેન્ટ મે 2020 પહેલા નહિ આવે.
વર્ષ 2020માં આ જેટ્સ ભારતમાં આવ્યા બાદ ભારતીય સ્થિતિઓ મુજબ તેમાં બદલાવ કરવામાં આવશે અને વાયુસેનાના પાયલટ તથા અન્ય સ્ટાફને રાફેલની ટ્રેનિંગ પણ આપવામાં આવશે. રક્ષા સૂત્રો મુજબ આ યાત્રા દરમિયાન રાજનાથ સિંહ રાફેલ વિમાનની ઉડાણ પણ ભરી શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સૂત્રો મુજબ ભારતીય વાયુસેના પોતાના હરિયાણાના અંબાલા અને પશ્ચિમ બંગાળના હાશિમારા એરબેઝ પર રાફેલ વિમાનના એક-એક સ્ક્વાડ્રનને તૈયાર કરશે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહ રાફેલ વિમાન લીધા બાદ ફ્રાંસીસી સરકારના અધિકારીઓ સાથે રક્ષા તથા અન્ય સહયોગ પર પણ બેઠક કરશે. 9 ઓક્ટોબરે રાજનાથ સિંહ પોતાના ફ્રાંસીસી સમકક્ષ સાથે બેઠક કરશે. આ અવસર પર ઉપ વાયુસેના પ્રમુખ એર માર્શલ હરજિંદર સિંહ અરોરા પણ રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે જાય તેવી સંભાવના છે.
પહેલા વાયુસેના પ્રમુખનો રક્ષામંત્રી સાથે જવાનો કાર્યક્રમ હતો, પરંતુ તેઓ એનસીઆરમાં વાયુસેના દિવસના કાર્યક્રમમાં વ્યસ્ત હોવાના કારણે નહિ જઈ શકે. સપ્ટેમ્બર 2016માં ભારતે ફ્રાન્સ સરકાર અને ડસૉલ્ટ એવિએશન સાથે 36 રાફેલ વિમાનોને લઈ ડીલ સાઈન કરી હતી. સરકારની કોશિશ હતી કે રાફેલ જલદી જ હેન્ડઓવર કરી દેવામાં આવે, કેમ કે વાયુસેના રાફેલને જલદી જ સેનામાં સામેલ કરવામાં આગતી હતી.
કાર સહિત નહેરમાં ખાબક્યો આખો પરિવાર, બે દીકરી સહિત 4નાં મોત