For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી ગેંગરેપઃરાજ્યસભામાં દેકારો, જેઠમલાણીએ કહ્યું પોલીસ કમિશનરને હટાવો

By Super
|
Google Oneindia Gujarati News

rajya sabha
નવીદિલ્હી, 18 ડિસેમ્બરઃ રાજ્યસભામાં ભાજપના સાંસદ રામ જેઠમલાણીએ કહ્યું છે કે, દિલ્હીના સૌથી મોટા અપરાધી દિલ્હી પોલીસ કમિશનર છે. તેમણે ઉપસભાપતિને સંબોધિત કરતા કહ્યું છે કે પોલીસ કમિશનરને હટાવવામાં આવવા જોઇએ. નોંધનીય છે કે, મેડિકલ છાત્રા સાથે ગેંગરેપ મામલે મંગળવારે રાજ્યસભામાં હંગામો મચ્યો છે. જેના કારણે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી છે.

જેઠમલાણીએ કહ્યું કે, દિલ્હીમાંથી ત્યાં સુધી ક્રાઇમ ઓછો નહીં થાય જ્યાં સુધી દિલ્હીના નટોરિયસ ક્રિમિનલને હટાવવામાં નહીં આવે, જ્યાં સુધી દિલ્હી પોલીસ કમિશનરને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી દિલ્હી સુરક્ષિત નહીં થાય.

રાજ્યસભામાં જોરદાર હંગામો

દિલ્હીમાં ચાલતી બસમાં મેડિકલની વિદ્યાર્થિની પર થયેલા સામુહિક બળાત્કારનો મામલો આજે દેશની સંસદમાં ઉઠ્યો હતો. ભાજપે લોકસભા અને રાજ્યસભામાં આ મામલો ઉઠાવ્યો હતો. રાજ્યસભામાં ભાજપના માયાસિંહએ મામલાનો ઉઠાવ્યો અને ચર્ચા કરવાની માંગ કરી હતી. સાથે જ ભાજપે આ મામલે દેશના ગૃહમંત્રી પાસે આ મામલે જવાબ માંગ્યો હતો. વિપક્ષે આ મામલે હંગામો મચાવી દીધો, ત્યાર બાદ રાજ્યસભાની કાર્યવાહી 15 મીનિટ સુધી રોકવી પડી હતી. આ પહેલા ભાજપે પહેલા બન્ને સદનમાં પ્રશ્નકાળ સ્થગિત કરી ચર્ચા કરવાની માંગ કરી હતી.

રાજ્યસભામાં વિપક્ષની માંગને જોતા ઉપસભાપતિએ કહ્યું કે આ મામલાને પ્રશ્નકાલ બાદ શૂન્યકાળમાં ઉઠાવવામાં આવશે, આ ઘણો જ ગંભીર મામલો છે. તેના પર શૂન્યકાળમાં ચર્ચા થશે. હામિદ અંસારીએ કહ્યું કે, જે થયું છે તેનાથી સદન પણ દુઃખી છે. ભાજપના નજમા હેફ્તુલ્લાહએ કહ્યું કે આ મામલે દેશના ગૃહમંત્રીએ જવાબ આપવો જોઇએ.

English summary
There was chaos inside the Rajya Sabha on Tuesday with the BJP demanding discussion on the brutal and horrific case of gang rape in Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X