For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યસભાના નવા ચૂંટાયેલા સભ્યો 22 જુલાઈએ લેશે શપથ, એક અતિથિની મંજૂરી

રાજ્યસભાના નવા ચૂંટાયેલા સભ્યો 22 જુલાઈએ અંતર-સત્ર દરમિયાન શપથ લેશે.

|
Google Oneindia Gujarati News

રાજ્યસભાના નવા ચૂંટાયેલા સભ્યો 22 જુલાઈએ અંતર-સત્ર દરમિયાન શપથ લેશે. આ વખતે કોરોના વાયરસ (કોવિડ-19) સંક્રમણના કારણે શપથ ગ્રહણ પહેલી વાર સંસદ ભવનમાં થશે. સામાન્ય રીતે નવા ચૂંટાયેલા સભ્યો સભા દરમિયાન કે પછી રાજ્યસભાના સભાપતિની સામે જ શપથ લે છે. આ સાથે જ આ વખતે કોરોના વાયરસથી બચવાના બધા ઉપાયોનુ પણ પાલન થશે. ખાસ કરીને સામાજિક અંતરનુ ધ્યાન રાખવામાં આવશે. આ વર્ષે પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા સહિત કુલ 61 રાજ્યસભા સભ્યો શપથ લેશે.

parliament

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસની મહામારીના કારણે માર્ચ મહિનાથી સંસદ સ્થગિત છે. ત્યારબાદથી સંસદની પ્રક્રિયા પણ શરૂ થઈ નથી. એવામાં રાજ્યસભા સીટો પર જે 61 સભ્યો ચૂંટાઈને આવ્યા તેમને શપથ અપાવી શકાઈ નથી. હવે આ બધાને 22 જુલાઈએ શપથ અપાવવામાં આવશે. રાજ્યસભાના અધિકારીઓનુ કહેવુ છે કે શપખ લેનારસભ્યો પોતાની સાથે એક અતિથિને લાવી શકે છે. માહિતી મુજબ અધિકારીઓનુ કહેવુ છે કે રાજ્યસભાના મહાસચિવે 22 જુલાઈએ શપથગ્રહણ માટે નવા ચૂંટાયેલા સભ્યોને લેખિતમાં સૂચિત કર્યુ છે. આ દિવસે જે સભ્ય ન આવી શકે તેમને સંસદના ચોમાસુ સત્રમાં શપથ અપાવવામાં આવશે.

તેમનુ કહેવુ છે કે નવા સભ્યો માટે શપથગ્રહણની યોજના પહેલેથી બનાવી લેવામાં આવી હતી પરંતુ અમુક સભ્યોએ ચિંતા વ્યક્ત કરી રહી તે દિલ્લીના યાત્રા નહિ કરી શકે. ત્યારબાદથી તેને ટાળી દેવામાં આવ્યુ હતુ. આ સાથે જ અધિકારીઓએ એમ પણ કહ્યુ હતુ કે તિરુચિ શિવા અને કેશવ રાજ જેવા અમુક નવા સભ્યો કે પછી ફરીથી ચૂંટાયેલા અમુક સભ્યો સંસદીય સમિતિના અધ્યક્ષ પણ છે. આ લોકો શપથ વિના સંબંધિત સમિતિઓની બેઠક આયોજિત નથી કરી શકતા. આ ઉપરાંત જે નવનિર્વાચિત સભ્ય છે તે પણ શપથ લીધા વિના બેઠકમાં શામેલ ન થઈ શકે.

આવતા મહિને શરૂ થશે રામ મંદિરનુ નિર્માણ, ભૂમિ પૂજનમાં પીએમ મોદી થઈ શકે છે શામેલઆવતા મહિને શરૂ થશે રામ મંદિરનુ નિર્માણ, ભૂમિ પૂજનમાં પીએમ મોદી થઈ શકે છે શામેલ

English summary
Rajya Sabha newly elected members will take oath on 22 july in chamber amid coronavirus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X