રાજ્યસભામાં લોકપાલ બિલ પાસઃ રાલેગણમાં ઉત્સવ

નવી દિલ્હી, 17 ડિસેમ્બરઃ ભ્રષ્ટાચાર સામેના લોકપાલ બિલને આજે રાજ્યસભામાં મતદાન કરીને પાસ કરવામાં આવ્યું છે. જો કે આ તકે સમાજવાદી પાર્ટી તેનાથી દૂર રહ્યું હતું. બીજી તરફ રાજ્યસભામાં આ બિલ પાસ થઇ ગયા બાદ અણ્ણા હજારેના ગામ રાલેગણ સિદ્ધિમાં જાણે કે ઉત્સવનો માહોલ સર્જાયો હોય તેવું જણાઇ રહ્યું છે.

anna-hazare-support-to-congress
બિલ પાસ થવા અંગે અણ્ણા હજારેએ કહ્યું કે, રાજ્યસભામાં આ બિલ પાસ કરવા બદલ હું તેમને અભિનંદન પાઠવું છું અને મને વિશ્વાસ છે કે હવે લોકસભામાં પણ આ બિલ પાસ થઇ જશે. આ બિલ આવવાથી દેશમાંથી 50 ટકા ભ્રષ્ટાચાર ખતમ થઇ જશે. તેમણે કહ્યું કે કાલે લોકસભામાં આ બિલ પાસ થઇ જશે ત્યારે તેઓ પોતાના અનશન ખતમ કરી દેશે.

નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી અણ્ણા હજારે દ્વારા દેશમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક કાયદાને લઇને જન લોકપાલ બિલની માગ કરી હતી. જેને લઇને દેશમાં એક ક્રાન્તિકારી માહોલ પણ ઉભો કરવામાં આવ્યો હતો. દિલ્હી ખાતે અણ્ણા દ્વારા અનશન કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યારે સરકાર દ્વારા પોતાનું એક લોકપાલ બિલ રજુ કરવામાં આવ્યું, જેનો પણ અણ્ણા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. થોડાક સમય માટે આ લડાઇ સમી ગયા બાદ અણ્ણાએ ફરી લોકપાલ બિલની માગ સાથે રાલેગણ સિદ્ધિમાં અનશન શરૂ કર્યા હતા. ત્યારે આ વખતે સરકારે અણ્ણાના લોકપાલ બિલને મળતું આવતુ બિલ પાસ કરવાની ખાતરી દર્શાવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X