For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કરનાલ પર ખેડૂતો પર લાઠીચાર્જ થતાં બોલ્યા રાકેશ ટિકૈત- દેશમાં સરકારી તાલિબાનોનો કબજો

કરનાલ પર ખેડૂતો પર લાઠીચાર્જ થતાં બોલ્યા રાકેશ ટિકૈત- દેશમાં સરકારી તાલિબાનોનો કબજો

|
Google Oneindia Gujarati News

હરિયાણા કરનાલમાં કાલે (28 ઓગસ્ટે) ખેડૂતો પર લાઠીચાર્જ થયો. કરનાલમાં પોલીસ દ્વારા કેડૂતો પર થયેલ લાઠીચાર્જ બાદ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ભાજપ સરકાર પર ભારે નિશાન સાધ્યું છે. રાકેશ ટિકૈતે કહ્યું કે, દેશમાં સરકારી તાલિબાનોનો કબજો થઈ ચૂક્યો છે. દેશમાં પણ સરકારી તાલિબાનોના કમાંડર રહેલા છે. પરંતુ આ કમાંડરોની ઓળખ કરવી પડશે. જેમણે માથાં ફોડવાના આદેશ આપ્યા તે જ કમાંડર છે.

farmer protest

ખેડૂત નેતા રાકેશ ટિકૈત રવિવારે હરિયાણાના કરનાલ પહોંચ્યા અને શનિવારે પોલીસ કાર્યવાહીમાં ઘાયલ ખેડૂતોની મુલાકાત કરી. રાકેશ ટિકૈતે કલ્પના ચાવલા ગવર્નમેન્ટ મેડિકલકોલેજમાં દાખલ ચાર ઘાયલ ખેડૂતોની મુલાકાત લીધી. આ મુલાકાત બાદ રાકેશ ટિકૈતે કહ્યું કે, લાઠીચાર્જનો આદેશ આપનાર કરનાલ સબ-ડિવિજનલ મેજિસ્ટ્રેટ (એસડીએમ) સહિત સામેલ અન્ય પોલીસકર્મીઓની ધરપકડ થવી જોઈએ.

રાકેશ ટિકૈતે કહ્યું કે, "આ ઘટનાએ સાબિત કરી દીધું કે બળની મદદથી દેશ બપપર નિયંત્રણ કરવા માંગે છે પરંતુ અમે તેમને સફળ નહીં થવા દઈએ." રાકેશ ટિકૈતે કરનાલ એસડીએમ આયુષ સિન્હા સામે સખ્ત કાર્યવાહીની માંગ કરી છે. કરનાલ એસડીએમ આયુષ સિન્હાએ કથિત રીતે વિરોધ કરનાર ખેડૂતો માટે પોલીસને નિર્દેશ આપતા કહ્યું હતું કે, "વિરોધ સ્થળ પર બેરિકેડ્સ પાર કરવાની ખેડૂતો જો કોશિશ કરે તો તેમના માથાં ફોડી નાખજો."

એસકેએમ ખેડૂત નેતા દર્શન પાલે કહ્યું, "અમે કરનાલ એસડીએમ વિરુદ્ધ સખ્ત કાર્યવાહીની માંગ કરીએ છીએ." તેમણે કહ્યું કે, પંજાબમાં તમામ ખેડૂત સંઘ હરિયાણાના ખેડૂતો સાથે એકજુટતાથી બપોરે 12 વાગ્યેથી બપોરે 2 વાગ્યા સુધી બધા રસ્તાઓ બંધ કરી દેશે અને એસડીએમ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરશે.

ખેડૂતોએ દાવો કર્યો કે પોલીસ લાઠીચાર્જમાં ઓછામા ઓછા 10 ખેડૂતો ઘાયલ થયા છે. ખેડૂત કરનાલમાં NH-44 પર બસ્તર ટોલ પ્લાઝા પાસે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, જેની બાજુની હોટલમાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર રાજ્ય એકમ ભારતીય જનતા પાર્ટીની બેઠક કરી રહ્યા હતા.

English summary
rakesh tikait compared indian govt with taliban over lathi charge incident
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X