
રાકેશ ટિકૈતે કહ્યું, કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા રાજીનામુ આપે નહીંતર અહીંથી થશે આંદોલનની જાહેરાત
લખીમપુર : ટીકુનિયામાં ખેડૂતોની આત્મશાંતિ માટે છેલ્લી અરદાસ (શ્રદ્ધાંજલિ સભા)નો કાર્યક્રમ ચાલી રહ્યો છે. કોંગ્રેસના મહામંત્રી અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી અને ભારતીય કિસાન યુનિયન (BKU) ના નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત પણ ખેડૂતોની શ્રદ્ધાંજલિ સભામાં લખીમપુર પહોંચ્યા હતા. બંને નેતાઓ અહીં 3 ઓક્ટોબરના રોજ હિંસામાં માર્યા ગયેલા ચાર ખેડૂતો સહિત આઠ લોકોને શ્રદ્ધાંજલિ આપશે. આ દરમિયાન આરએલડી નેતા જયંત ચૌધરી પણ લખીમપુર પહોંચી ગયા છે.
શ્રદ્ધાંજલિ સભામાં વાત કરતા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીએ રાજીનામું આપવું જોઈએ. જો તે રાજીનામું નહીં આપે તો તેમને અહીંથી (શ્રદ્ધાંજલિ સભા) આંદોલનની જાહેરાત કરશે. ટિકૈતે જણાવ્યું કે, લખનઉમાં એક મોટી પંચાયત હશે અને ખેડૂતોની અસ્થી સમગ્ર દેશના દરેક જિલ્લામાં જશે અને અંજલિ આપશે. 24 ઓક્ટોબરના રોજ લોકો આ અસ્થીનું વિસર્જન કરવામાં આવશે. આ દરમિયાન ટિકૈતે જણાવ્યું કે, આ અરદાસ ખેડૂતોની આત્માની શાંતિ માટે રાખવામાં આવી છે અને તેને રાજનીતિ સાથે જોડીને જોવું જોઈએ નહીં.
રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે, ખેડૂતો તેમની માગ પર અડગ છે કે, કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીની ધરપકડ કરવામાં આવે, કારણ કે તેમની બરતરફી વગર આ તપાસ યોગ્ય રીતે થશે નહીં. મંત્રીના પુત્ર આશિષ મિશ્રાની ધરપકડ એક રેડ કાર્પેટ છે. જો મંત્રીને તાત્કાલિક હટાવવામાં નહીં આવે તો આ આંદોલન આ રીતે ચાલુ રહેશે. અમે શહીદ થયેલા જવાનોના ઘરે પણ જઈશું, ખેડૂતોની સાથે દરેકને જવાનના ઘરે પણ જવું જોઈએ અને અમે અગાઉ પણ જતા રહ્યા છીએ. જવાન પણ ખેડૂતોના પુત્રો છે.
ખેડૂતોની છેલ્લી પ્રાર્થનાને ધ્યાનમાં રાખીને સરકાર લખીમપુર ખેરી સહિત સમગ્ર પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ એલર્ટ મોડમાં છે. રાજ્ય સરકારને ડર છે કે, તેમની એક ભૂલથી પશ્ચિમ યુપીમાં માહોલ ખરાબ શકે છે. એટલા માટે સરકારે કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે પશ્ચિમ યુપીમાં 20 IPS અધિકારીઓને તૈનાત કર્યા છે. આ સાથે જ રાષ્ટ્રીય લોક દળ (RLD) ના પ્રમુખ જયંત ચૌધરી, જે લખીમપુર જઈ રહ્યા હતા, તેમને બરેલી જિલ્લા વહીવટી તંત્રે એરપોર્ટ પર રોક્યા હતા. જો કે, થોડા સમય બાદ જયંત ચૌધરીને લખીમપુર જવાની પરવાનગી મળી. ઉલ્લેખનીય છે કે, જયંત ચૌધરી લખીમપુર ખેરી પહોંચી ગયા છે અને ખેડૂતની અંતિમ અરદાસમાં જોડાયા છે.