For Quick Alerts
For Daily Alerts
VIDEO: રાખી સાંવતે ગણેશજી પાસે કરી અનોખી માંગ, સાંભળીને હેરાન થઈ જશો!
સામાન્ય દિવસો હોય કે પછી કોઇ ખાસ દિવસ.., હોળી હોય કે પછી હોય ગણેશ ચતુર્થી રાખી સાંવતનો ઉલ્લેખ વિવાદ સાથે ન જોડાય તો દરેક ઉજવણી અધુરી રહી જાય. જી હા, હાલમાં દેશભરમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે, અને અન્ય સ્ટાર્સની જેમ જ રાખી સાંવતના ઘરે પણ ગણેશજી પધારી ચૂક્યાં છે.
ગણેશોત્સવના અવસરે રાખી પણ ધામધૂમથી પોતાના ઘરે ગણપતિ લઇને આવી છે. રાખીએ જણાવ્યું હતુ કે તેમણે આ ગણેશોત્સવ પોતાની આગામી ફિલ્મ "એક કહાની જુલી કી ફિલ્મને" ડેડીકેટ કર્યો છે. એટલું જ નહીં રાખીએ આ ફિલ્મ બ્લોકબસ્ટર થાય તેવી પ્રાર્થના પણ કરી છે. અને આટલું જ નહીં ત્યારબાદ રાખી કઈંક એવુ બોલી કે જેની આશા પણ ન કરી શકાય.