રક્ષાબંધન2017:તસવીરોમાં જુઓ ભાઇ-બહેનના પ્રેમના પર્વની અનોખી ઉજવણી

Written By:
Subscribe to Oneindia News

ભાઇ-બહેનો વચ્ચેના પ્રેમ અને ફરજની ઉજવણીનો તહેવાર એટલે રક્ષાબંધન. આમ તો, આ એક હિંદુ તહેવાર છે, પરંતુ ભારતમાં તહેવારોની ઉજવણીમાં ક્યારેય ધર્મનો ભેદ નડ્યો નથી. ભારત 'વિવિધતામાં એક્તા'માં માનનારો દેશ છે અને અહીં વિવિધ રાજ્યોમાં રક્ષાબંધનની ઉજવણી પણ અલગ-અલગ રીતે થાય છે. આ વર્ષે ભારતના વિવિધ વિસ્તારોમાં લોકોએ રક્ષાબંધનની ઉજવણી કઇ રીતે કરી, એ તસવીરોમાં નિહાળીએ...

અનોખી ભેટ

અનોખી ભેટ

ભાઇની રક્ષાની પ્રાર્થના સાથે બહેનો જ્યારે રાખડી બાંધે છે, ત્યારે ભાઇઓ પોતાની બહેને તેની રક્ષા કરવાનું વચન આપે છે અને સાથે જ ભેટ પણ આપે છે. આ વર્ષે ઉત્તર પ્રદેશમાં એક ભાઇએ બહેનના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા તેને રક્ષાબંધન પર ભેટ તરીકે શૌચાલયની સુવિધા પૂરી પાડી હતી. આ ઘટના યુપીના ગોંડા જિલ્લાના રુદ્રગઢ નૌસી ગામની છે. તેણે કહ્યું હતું કે, શૌચાલય ન હોવાને કારણે તેની બહેનને રોજ ખાસી મુસીબત વેઠવી પડતી હતી, જે તે જોઇ નહોતો શકતો. આથી તેણે આ ઉપાય વિચાર્યો. આ સાથે જ વારાણસીના કેટલાક ભાઇઓએ પણ પોતાની બહેનોને રક્ષાબંધન પર આ ભેટ આપી છે, જેથી તેમણે ખુલ્લામાં શૌચ કરવા ન જવું પડે.

નેરન્દ્ર મોદીના નામની રાખડી

નેરન્દ્ર મોદીના નામની રાખડી

વૃંદાવનની કેટલીક વિધવા મહિલાઓએ વાડપ્રધાન નરેન્દ્ર મોદી માટે પોતાના હાથે રાખડી તૈયાર કરી છે. સોમવારના રોજ તેઓ આ તમામ રાખડીઓ નરેન્દ્ર મોદીને દિલ્હી પહોંચાડનાર છે. વૃંદાવનના મીરા સાહાભિનીનિ આશ્રમની મહિલાઓએ લગભગ 1500 રાખડીઓ તૈયાર કરી છે, જે પીએમ મોદીને પહોંચાડવામાં આવશે. આશ્રમની પાંચ મહિલાઓ આ રાખડીઓ લઇ દિલ્હી પહોંચશે અને પીએમ મોદીને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરશે.

વૃક્ષોની રક્ષા માટે બાંધી રાખડી

વૃક્ષોની રક્ષા માટે બાંધી રાખડી

પર્યાવરણની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતાં ઉત્તર પ્રદેશમાં લખનઉ ખાતે બાળકીઓએ રક્ષાબંધન નિમિત્તે વૃક્ષોને રાખડી બાંધી હતી અને વૃક્ષોની રક્ષા કરવાનું પ્રણ લીધું હતું. એ જ પ્રમાણે ઝારખંડમાં પણ જમશેદપુર પાસેના ગામની આદિવાસી મહિલાઓએ વૃક્ષોને રાખડી બાંધી હતી અને તેમની રક્ષા કરવાની જવાબદારી ઉપાડી હતી.

ચાઇનીઝ રાખડીઓનો બહિષ્કાર

ચાઇનીઝ રાખડીઓનો બહિષ્કાર

બજારમાં મળતી ચાઇનીઝ રાખડીઓનો બહિષ્કાર કરતાં જમ્મુ-કાશ્મીરના ઉધમપુરની બે બાળકીઓએ ઘરે જ સુંદર રાખડીઓ બનાવી હતી. આ અંગે વાત કરતાં મિનર્વાએ કહ્યું કે, 'મોટા ભાગની રાખડીઓ 'મેડ ઇન ચાઇના' હોય છે અને અમે એ રાખડીઓ નહોતા ખરીદવા માંગતા. આથી અમે ઘરે જાતે જ રાખડી બનાવવાનું નક્કી કર્યું અને અમને એમાં ખૂબ મજા પડી હતી.'

જવાનોને પણ બાંધી રાખડી

જવાનોને પણ બાંધી રાખડી

ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ(ITBP)અધિકારીઓને ત્યાંની સ્થાનિક મહિલાઓ અને યુવતીઓએ લદ્દાખમાં 15000 ફૂટની ઊંચાઇએ રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. તો પંજાબના અમૃતસરની વાઘા બોર્ડર પર મહિલાઓએ બીએસએફ જવાનોને રાખડી બાંધી આ તહેવારની ઉજવણી કરી હતી.

English summary
Rakshabandhan 2017: People celebrates the festival in different ways in different parts of the country. See photos.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.