For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગડકરી મુદ્દે કેજરીવાલના 'બોમ્બ' પહેલા જેઠમલાણીનો 'ધડાકો'

By Super
|
Google Oneindia Gujarati News

nitin gadkari ram jethmalani
નવીદિલ્હી, 16 ઑક્ટોબરઃ માત્ર કોંગ્રેસના નેતા જ ભ્રષ્ટાચારથી ખરડાયેલા નથી. હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો વારો છે. એક્ટિવિસ્ટમાંથી રાજકારણી બનેલા અરવિંદ કેજરીવાલ ભાજપ પ્રમુખ નિતિન ગડકરી વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો કરવાની તૈયારીમાં જ છે, તો બીજી તરફ ભાજપ વિ. ભાજપ જેવો ઘાટ ઘડાયો છે, કારણ કે નિતિન ગડકરી વિરુદ્ધ તેમની જ પાર્ટીના એક વરિષ્ઠ નેતા દ્વારા ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યાં છે.

પાર્ટીના નેતા રામ જેઠમલાણીએ કહ્યું છે કે તેમની પાસે ગડકરી દ્વારા કરવામાં આવેલી નાણાકીય ગેરરીતિના પુરાવા છે. જેઠમલાણીએ કહ્યું છેકે જો અરવિંદ કેજરીવાલ દ્વારા ગડકરી વિરુદ્ધ ગેરરીતિના પુરાવાઓ આપશે તો તેઓ માત્ર કેજરીવાલને સમર્થન જ નહીં કરે પરંતુ ભાજપ પ્રમુખ દ્વારા જે ખોટું કરવામા આવ્યું છે તેના પુરાવા પણ આપશે.

તેમણે વધુમાં કહ્યું છે કે જો આરોપો જણાશે તો તેઓ ગડકરીના રાજીનામાની પણ માંગણી કરશે. સુરજકુંડમાં જ્યારે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી હતી તે દરમિયાન 27 સપ્ટેમ્બરે જેઠમલાણી દ્વારા ગડકરીને એક પત્ર લખવામાં આવ્યો હતો.

જેઠમલાણીએ કહ્યું કે, મોટાભાગના ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે કાણું નાણુંએ કોઇ મુદ્દો નથી અને આ વાત જાહેર ના થાય તે માટે પાર્ટીના પ્રવક્તાને સૂચનો આપવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે આઇએસીના કાર્યાકર્તા અંજલી દામાનિયા દ્વારા એવા આરોપ લગાવવામાં આવ્યા હતા કે ભાજપ પ્રમુખ અને શરદ પવાર વચ્ચે વ્યપારિક સંબંધો છે.

English summary
It is not just Congress leaders who are accused of being corrupt. Now, it is the turn of Bharatiya Janata Party (BJP) to fight back against corruption charges. As activist-turned-politician Arvind Kejriwal is all set to reveal corruption charges against BJP President Nitin Gadkari, the senior politician faces allegations of financial irregularities from his own party colleague.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X