For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈમરાનના નિવેદન પર રામ માધવનો જવાબ, ‘ભારતની ચૂંટણીથી દૂર જ રહો તો સારુ રહેશે'

ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ રામ માધવે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનના નિવદેન પર જોરદાર જવાબ આપી દીધો છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ રામ માધવે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનના નિવદેન પર જોરદાર જવાબ આપી દીધો છે. તેમણે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને કહ્યુ કે સારુ રહેશે કે તમે ભારતની સામાન્ય ચૂંટણીથી દૂર રહો. તેમણે કહ્યુ કે ભારતના પ્રધાનમંત્રી કોણ હશે, એ ભારતના લોકો નક્કી કરશે, અમે એનો નિર્ણય લેવામાં સક્ષમ છીએ, અમારે સીમાથી પાર લોકોની સલાહ નથી જોઈતી. જ્યારે અમે પાછા સત્તામાં આવીશુ, અમને ખબર છે કે પડોશીઓ સાથે કેવી રીતે ડીલ કરવાનું છે. અમને કોઈ પણ પ્રકારના સૂચન કે સલાહ સીમા પારથી નથી જોઈતા.

ram madhav

આ પહેલા દેશનના સંરક્ષણ મંત્રી સીતા રમણે કોંગ્રેસ પર નિશાન સાધ્યુ હતુ. તેમણે કહ્યુ કે પાકિસ્તાનના પ્રધાનમંત્રીનું એ કહેવુ કે બંને દેશો વચ્ચે શાંતિની વાત ત્યારે જ સંભવ છે કે જ્યારે એક વાર ફરીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવે, આ કોંગ્રેસની ચાલ છે. કોંગ્રેસ પીએમ મોદીના નેતૃત્વવાળી સરકારને બહાર કરવા ઈચ્છે છે. આ જ કારણ છે કે તેણે આ ચાલ ચાલી છે. નિર્મલા સીતારમણના આ નિવેદનનું સમર્થન કરીને રામ માધવે કહ્યુ કે સારુ રહેશે કે પાકના પ્રધાનમંત્રી ભારતની ચૂંટણીથી દૂર રહે.

તમને જણાવી દઈએ કે ઈમરાન ખાને કહ્યુ હતુ કે જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક વાર ફરીથી ચૂંટણી જીતીને આવે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિની પહેલ માટે સારુ રહેશે. વળી, જ્યારે રામ માધવને પૂછવામાં આવ્યુ કે શુંભારતની સેનાને જાણીજોઈને રાજકારણમાં ઉપયોગ કરાઈ રહી છે તો તેમણે કહ્યુ કે આ વિપક્ષ છે તો સેનાના નામે રાજનીતિ કરી રહ્યો છે અને ફાયદો ઉઠાવવાની કોશિશ કરી રહ્યો છે. તે બાલાકોટ એર સ્ટ્રાઈકનો મુદ્દો ઉઠાવીને સેનાના પગલા પર સવાલ ઉભા કરી રહ્યા છે. આ લોકો સરકાર પર સવાલ નથી ઉભા કરી રહ્યા પરંતુ સેનાની વિશ્વસનીયતા પર સવાલ ઉભા કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ ઉર્મિલાએ ઉડાવી પીએમ મોદીની બાયોપિકની મજાક, '56 ઈંચની છાતીવાળા નીકળ્યા બેકાર'આ પણ વાંચોઃ ઉર્મિલાએ ઉડાવી પીએમ મોદીની બાયોપિકની મજાક, '56 ઈંચની છાતીવાળા નીકળ્યા બેકાર'

English summary
Ram Madhav's warning to Pakistan PM Imran Khan stay away from India's elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X