રામ રહીમને આજે મળશે સજા, ચાંપતો સુરક્ષા પ્રબંધ

Posted By:
Subscribe to Oneindia News

હરિયાણાના પંચકુલામાં કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો એટલે કે સીબીઆઇની વિશેષ અદાલત, ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહને સાધ્વી સાથેના બળાત્કાર કેસમાં આજે સજા સંભળાવશે. ઉલ્લેખનીય છે કે સીબીઆઇની વિશેષ અદાલતના જજ જગદીપ સિંહ, ,આજે બપોરે 2:30 સજાની જાહેરાત કરશે. જેને વીડિયો કોન્ફરન્સ દ્વારા રોહતકની સુનારિયા જેલમાં રામ રહીમને સંભાળવવામાં આવશે. કોર્ટે રામ રહીમને આ કેસમાં દોષી જાહેર કર્યા તે દિવસથી આજ સુધી તેમને સુરક્ષાના કારણોથી રોહતકની સુનારિયા જેલમાં જ રાખવામાં આવ્યા છે. અને આજે જ્યારે તેમને સજા સંભળાવવામાં આવી રહી છે ત્યાં હરિયાણામાં તમામ સરકારી દફ્તરોને બંધ કરવામાં આવ્યા છે. સાથે જ સેના, પોલીસ અને રેપિડ એક્શન ફોર્સની ટૂકડીઓ પણ અહીં તેનાત કરવામાં આવી છે.

Virat Kohli is one of my disciples, claims Gurmeet Ram Rahim Singh | Oneindia News
ram rahim

ઉલ્લેખનીય છે કે વર્ષ 1999માં રામ રહીમે બે સાધ્વીઓ સાથે બળાત્કાર કર્યો હતો. જે બાદ સીબીઆઇને આ કેસની તપાસ સોંપવામાં આવી હતી. જો કે તે પછી આજે 15 વર્ષે સુપ્રીમ કોર્ટની ખાસ અદાલતે તેમને દોષી જાહેર કર્યા છે. અને આજે તેમને આ માટે કેટલા વર્ષની સજા આપવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવશે. ત્યારે જ 25મી ઓગસ્ટની જેમ દેરાના સમર્થકો હરિયાણા, પંજાબ અને દિલ્હીમાં કોઇ હિંસક તોફાનો ના કરે તે માટે પોલીસ દ્વારા ચાંપતો સુરક્ષા બંદોવસ્ત કરવામાં આવ્યો છે. 

English summary
Court will decide Ram Rahim Singh sentenced on rape case today

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.