રેપ કેસમાં રામ રહિમનું ભાવિ કોર્ટ આજે નક્કી કરશે

Posted By:
Subscribe to Oneindia News

આજે હરિયાણાના પંચકુલામાં કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો એટલે કે સીબીઆઇની વિશેષ અદાલતમાં ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહ પર સાધ્વીથી બળાત્કાર કેસમાં કોર્ટે પોતાનો ચુકાદો આપશે. આ દરમિયાન કોઇ પણ અપ્રિય ઘટના ના થાય તે માટે સરકારે પંચકુલા સમતે સમગ્ર હરિયાણા અને ચંદીગઢમાં સુરક્ષા વ્યવસ્થા તેનાત કરી છે. ડેરાના ગૃહ જનપદ સિરસામાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. અને મોબાઇલ નેટવર્ક પણ બંધ કરવામાં આવ્યા છે. ત્યારે આ અંગે તમામ જાણકારી જાણવા આ પેજને રિફ્રેશ કરતા રહો.

ram rahim

ઉલ્લેખનીય છે કે રામ રહીમે પણ સર્મથકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે. અને સર્મથકોને પાછા તેમના ઘરે જવાનું કહ્યું છે. સવારે કોર્ટ સ્થળે 800 ગાડીઓના કાફલા સાથે રામ રહીમ પંચકૂલા પહોચ્યા હતા. ઉલ્લેખનીય છે કે મોટી સંખ્યામાં રામ રહીમના સમર્થકો પંચકુલામાં ઉમટી રહ્યા છે. વધુમાં હરિયાણા અને ગુડગાંવ, ફરિદાબાદમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સક્રીય રાખવામાં આવી છે. હરિયાણામાં સ્થિતિને જોતા 74 ટ્રેનો પણ રદ્દ કરવામાં આવી છે.

English summary
Ram Rahim verdict: Journalist who exposed rapes at Dera killed, son awaits justice
Please Wait while comments are loading...