કોર્ટ જવા નીકળ્યા રામ રહીમ, લાઠીઓ લઇ પહોંચી મહિલાઓ

Posted By:
Subscribe to Oneindia News

સાધ્વી સાથે બળાત્કારના કેસમાં સીબીઆઇ કોર્ટમાં નિર્ણય સાંભળવા માટે ગુરમીત રામ રહીમ તેમના કાફલા સાથે પંચકુલા જવા રવાના થયા છે. વધુમાં ગત બે દિવસથી તેમના સમર્થકો મોટી સંખ્યામાં પંચકુલા પહોંચી રહ્યા છે. આજે અનેક મહિલાઓ રામ રહીમ પહોંચી તે પહેલા તેમના સમર્થનમાં લાઠીઓ લઇને રસ્તાની બન્ને બાજુ ઊભેલી જોવા મળી હતી. જો કે સ્થિતિની ગંભીરતાને જોઇને સરકારે પહેલાથી જ ચાંપતો પોલીસ બંદોવસ્ત કરી રાખ્યો છે. વધુમાં હેલિકોપ્ટ અને ડ્રોનથી પણ તમામ વસ્તુઓ પણ નજર રાખવામાં આવી રહી છે. રામ રહીમે પણ પોતાના સમર્થકોને શાંતિ રાખવાનું કહ્યું છે.

Ram Rahim

ઉલ્લેખનીય છે કે ડેરા પ્રમુખે ગુરુવારે ટ્વિટ કરીને સરકારને હવાઇ માર્ગે તેમને પંચકુલા લઇ જવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમની કમરમાં દુખાવો છે. તેમ છતાં કાનૂન વ્યવસ્થાનો આદાર કરતા તે કોર્ટમાં હાજર રહેવા માંગે છે. જો કે સરકારે તેમની આવી કોઇ અપીલ ના માનતા તે આજે કાર દ્વારા સીબીઆઇની સ્પેશ્યલ કોર્ટમાં પહોંચશે. જ્યાં આ સમગ્ર કેસની વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે. વધુમાં હરિયાણાના ડીજીપીએ પણ જણાવ્યું છે કે તે ક્ષેત્રમાં કાનૂન વ્યવસ્થા બનાવી રાખવામાં કોઇ કસર નહીં છોડે. તેમ છતાં હાલ પંચકુલામાં બસ અને રેલ સેવા બંધ કરવામાં આવી છે.

women
English summary
Ram Rahim Verdict : Police flushed out 100s of Dera followers from Panchkula

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.