સવર્ણોને 15 ટકા અનામત આપવુ જોઈએઃ રામવિલાસ પાસવાન
છેલ્લા થોડા દિવસોથી જે રીતે સવર્ણએ ભારત બંધ કર્યુ હતુ તે બાદ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને સવર્ણોને અનામત આપવાની વાત કરી છે.
છેલ્લા થોડા દિવસોથી જે રીતે સવર્ણએ ભારત બંધ કર્યુ હતુ તે બાદ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને સવર્ણોને અનામત આપવાની વાત કરી છે. પાસવાનને જ્યારે પૂછવામાં આવ્યુ કે શું સવર્ણોને કંઈક અનામત આપવુ જોઈએ તો તેમણે કહ્યુ કે કંઈક કેમ તેમને 15 ટકા અનામત આપવુ જોઈએ. તેમણે કહ્યુ કે તમિલનાડુમાં કુલ 69 ટકા અનામત છે. જો બધા રાજકીય પક્ષો નિર્ણય લે તો કોઈ મુશ્કેલી નહિ થાય. મહત્તમ 50 ટકાના અનામતની સીમામાં કોઈ મુશ્કેલી નહિ આવે. પાસવાને કહ્યુ કે ભાજપ ક્યારેય સવર્ણોની વિરુદ્ધમાં ના હોઈ શકે. સવર્ણો પક્ષની કરોડરજ્જુ છે અને તે પક્ષના પ્રાકૃતિક સમર્થક છે.

વી પી સિંહ અને મોદીએ આંબડકરને તેમનું યોગ્ય સમ્માન આપ્યુ
થોડા મહિના પહેલા દલિતોએ પણ મોદી સરકાર સામે રસ્તા પર પ્રદર્શન કર્યુ હતુ પરંતુ પ્રદર્શન પાસવાને કહ્યુ છે કે છ મહિના પહેલા અમારી સામે ખૂબ પ્રદર્શન થયુ, મંત્રીઓ માટે આગળ વધવુ મુશ્કેલ બની રહ્યુ હતુ. મોદી સરકાર દલિત વિરોધી અને પછાત વિરોધી ગણવામાં આવતા હતા. લોકો મને પૂછતા હતા કે તમે તો દલિતોના ચેમ્પિયન છો, તમે કેમ શાંત છો? દલિતો અને પછાત વર્ગ માટે ખૂબ કામ કર્યુ છે પરંતુ લોકો વચ્ચે એવા વિચારોને આગળ વધારવામાં આવ્યા હતા કે દલિતો, પછાતો માટે કંઈ કર્યુ નથી. પરંતુ હવે આ વિચાર બદલાઈ ચૂક્યો છે. હું હંમેશા કહુ છુ કે વી પી સિંહ અને નરેન્દ્ર મોદીએ બી આર આંબેડકરનો યોગ્ય સમ્માન આપ્યુ છે.

સરકારે બતાવ્યુ કેવી રીતે બદલાય છે વિચારો
પાસવાને કહ્યુ કે જે રીતે સુપ્રિમ કોર્ટે એસસી એસટી એક્ટ પર ચૂકાદો આપ્યો હતો. તે બાદ જ સરકારની અસલી પરીક્ષા હતી. યુવાનો રસ્તા પર હતા એવામાં જો વટહુકમ લાવવામાં ન આવે તો સ્થિતિ બગડી શકતી હતી. અમે સમિતિની રચના કરી જેની અધ્યક્ષતા રાજનાથ સિંહ કરી રહ્યા હતા અને નિર્ણય લેવામાં આવ્યો કે તત્કાળ પ્રભાવથી તેની સામે વટહુકમ લાવવામાં આવશે. પરંતુ બ્યૂરોક્રેસીની પોતાની ગતિ હોય છે, જે કંઈ પણ થયુ તે સારા માટે થયુ. જો લોકોઅ પ્રદર્શન ના કર્યુ હોત તો લોકોને ખબર ના પડત કે મોદી સરકારે તેમના માટે શું કર્યુ છે.

મોદી દલિત વિરોધી નથી
મોદી સરકાર દલિત વિરોધી નથી પરંતુ એ પ્રકારના વિચારો ફેલાવવામાં આવી રહ્યા હતા કે મોદી સરકાર દલિત વિરોધી છે. મે આ પહેલા પણ કહ્યુ હતુ કે વી પી સિંહ ક્ષત્રિય હતા. જો તે લોકોના વિચારોને બદલી શકે છે તો મોદી ના તો કોઈ ધનાઢ્ય પરિવારમાંથી આવે છે કે ના તો તે સવર્ણ જાતિના છે. માત્ર લોકોની વિચારધારા જ નથી બદલી પરંતુ લોકો એ કહેવા લાગ્યા છે કે અમે સવર્ણ વિરોધી છીએ. રાહુલ ગાંધી માનસરોવર ગયા હતા તો તેઓ એક વાર કહે કે એસસી એસટી એક્ટમાં ફેરફાર અયોગ્ય છે.












Click it and Unblock the Notifications
