For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

13 એપ્રિલથી શરૂ થશે રમજાનનો પવિત્ર મહિનો, સાઉદી અરબમાં કાલે નથી દેખાયો ચાંદ

રમજાનનો પવિત્ર મહિનો મંગળવાર(13 એપ્રિલ)થી શરૂ થશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ રમજાનના પવિત્ર મહિનાની શરૂઆત દર્શાવતો અર્ધ ચંદ્રાકાર ચંદ્રમા રવિવારે સાંજે અરબમાં દેખાયો નથી. હવે સોમવાર એટલે કે આજે શાબાન મહિનાનો છેલ્લો દિવસ હશે અને રમજાનનો પવિત્ર મહિનો મંગળવાર(13 એપ્રિલ)થી શરૂ થશે. ચંદ્રમા દર્શન સમિતિ સોમવારે ફરીથી બેઠક કરશે અને ચાંદ દેખાવાની પુષ્ટિ કરશે. વળી, ખગોળીય ગણનાની પણ માનીએ તો પવિત્ર મહિનો યુએઈમાં મંગળવાર 13 એપ્રિલથી શરૂ થવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે રમજાન ઈસ્લામી કેલેન્ડરનો નવમો મહિનો હોય છે. દુનિયાભરમાં મુસ્લિમ સમાજના લોકો આ પ્રસંગે આખો મહિનો સવારથી સાંજ સુધી ઉપવાસ કરે છે પછી ઈફ્તાર બાદ ખાસ પ્રકારની નમાઝ અદા કરવામાં આવે છે.

ramzan

લોકો સવારે સેહરી ખાઈને ઉપવાસની શરૂઆત કરે છે અને પછી રાતે ઈફ્તાર કરીને ઉપવાસ ખોલે છે. ઉલ્લેખનીય છે કે આ વખતે કોરોના સંકટના કારણે આખી દુનિયામાં રોજેદારોને ઘરમાં જ ઈબાદત કરવાની સલાહ આપવામાં આવી રહી છે. ભારતમાં પણ મુસ્લિમ ધર્મગુરુઓએ પણ આવી જ અપીલ કરી છે. એટલુ જ નહિ, કેન્દ્ર સરકારના લઘુમતી કલ્યાણ મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વી અને AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવેસીએ પણ મુસલમાનોને રમજાનના સમયે કોરોના ગાઈડલાઈનનુ કડકાઈથી પાલન કરવાની અપીલ કરી છે.

વળી, મુસ્લિમ ધર્મગુરુઓએ કહ્યુ છે કે કોરોના સંક્રમણના વધતા કેસો અને નાઈટ કર્ફ્યુને જોતા પવિત્ર મહિનામાં ઈબાદત કરવામાં આવે. તેમણે અપીલ કરી છે કે મસ્જિદમાં 100થી વધુ લોકો એકઠા ન થાય. મસ્જિદમાં પણ સોશિયલ ડિસ્ટંસીંગની પાલન કરવામાં આવે. આ ઉપરાંત સહેરીમાં લાઈડસ્પીકરનો ઉપયોગ કરવાનુ ટાળો, સેહરી અને ઈફ્તારમાં કોરોનાના ખાતમાની દુઆ કરો.

English summary
Ramazan 2021 will start on 13 April, Tuesday as moon crescent not spotted in Saudi Arabia.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X