For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેએનયૂ જવા પર બોલ્યા બાબા રામદેવ- તેમણે મારા જેવો સલાહકાર રાખી લેવો જોઈએ

જેએનયૂ જવા પર બોલ્યા બાબા રામદેવ- તેમણે મારા જેવો સલાહકાર રાખી લેવો જોઈએ

|
Google Oneindia Gujarati News

ઈન્દોરઃ જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયમાં થયેલ હિંસા બાદ અભિનેત્રી દીપિકા પાદુકોણ અહીં પહોંચી ગઈ હતી. તેમણે અહીં આવી ઘાયલ વિદ્યાર્થીઓ સાથે મુલાકાત પણ કરી. પરંતુ આવી રીતે તેમનું જેએનયૂ પ્રદર્શનમાં સામેલ થવું ઘણા લોકોને પસંદ નથી આવ્યું. આ મામલે રાજનીતિમાં ગરમાવો થવા લાગ્યો છે. જેના પર કેટલાય નેતાઓના નિવેદન પણ આવ્યાં છે. આ બધાની વચ્ચે હવે યોગ ગુરુ રામદેવ બાબાએ દીપિકાને સલાહ આપી છે.

સલાહકાર રાખી લેવા જોઈએ

સલાહકાર રાખી લેવા જોઈએ

રામદેવે મધ્ય પ્રદેશના ઈન્દોરમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે સામાજિક, રાજનૈતિક અને સાંસ્કૃતિક મુદ્દાઓને સાચી સમજ હાંસલ કરવા માટે દીપિકા પાદુકોણે મારા જેવો કોઈ સલાહકાર રાખી લેવો જોઈએ. જણાવી દઈએ કે દીપિકાના જેએનયૂ જવા બાદથી તેમની ફિલ્મ છપાકનો પણ ઘણો વિરોધ થઈ રહ્યો છે. લોકોએ ફિલ્મ ના જોવા સુધીની પણ વાત કહી છે.

દેશ વિશે વધુ વાંચવું સમજવું જોઈએ

દેશ વિશે વધુ વાંચવું સમજવું જોઈએ

પીટીઆઈ સાથેની વાતચીતમાં રામદેવે કહ્યું કે અભિનયની દ્રષ્ટિથી દીપિકામાં કુશળતા થવી અલગ વાત છે. પરંતુ તેમણે સામાજિક, રાજનૈતિક અને સાંસ્કૃતિક મુદ્દાઓનું જ્ઞાન હાંસલ કરવા માટે દેશ વિશે વધુ વાંચવું સમજવું પડશે. તેમણે આ સમજ પણ હાંસલ કર્યા બાદ જ મોટા નિર્ણય લેવા જોઈએ. આના માટે તેમણે સ્વામી રામદેવ જેવા કોઈ સલાહકાર રાખી લેવા જોઈએ.

લોકો આગ લગાવી રહ્યા છે

લોકો આગ લગાવી રહ્યા છે

રામદેવે નાગરિકતા સંશોધન એક્ટના સમર્થનમાં કહ્યું કે, જે લોકોને સીએએનું ફુલ ફોર્મ પણ ખબર નથી તેઓ વડાપ્રધાન માટે આ મામલે અપશબ્દ બોલી રહ્યા છે. પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી કહી ચૂક્યા છે કે આ એક્ટ કોઈપણ વ્યક્તિની નાગરિકતા છીનવવા માટે નથી, બલકે નાગરિકતા આપવા માટે બનાવવામાં આવ્યો છે. છતાં લોકો આગ લગાવતા જઈ રહ્યા છે.

એસિડ અટેક સર્વાઈવર પર ફિલ્મ

એસિડ અટેક સર્વાઈવર પર ફિલ્મ

ઉલ્લેખનીય છે કે એસિડ અટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત ફિલ્મ છપાક 10 જાન્યુઆરીએ રિલીઝ થઈ ચૂકી છે, જેમાં દીપિકાએ લક્ષ્મીનો કેરેક્ટર નિભાવ્યો છે. આ ફિલ્મમાં દીપિકાનું નામ માલતી છે. અભિનેતા વિક્રાંત મૈસી દીપિકાની અપોઝિટમાં છે, જેમણે લક્ષ્મીના રિયલ લાઈફ પાર્ટનર આલોક દીક્ષિતનો રોલ નિભાવ્યો છે. અગાઉ છપાકના નિર્દેશક મેઘના ગુલજાર પણ આ વાત બોલી ચૂક્યા છે કે જેએનયૂ જવું દીપિકાનો અંગત ફેસલો હતો.

નિર્ભયા કેસઃ દોષી વિનય અને મુકેશની ક્યુરેટીવ પિટીશન પર SCમાં આજે સુનાવણીનિર્ભયા કેસઃ દોષી વિનય અને મુકેશની ક્યુરેટીવ પિટીશન પર SCમાં આજે સુનાવણી

English summary
ramdev baba's reaction on deepika padukon's JNU visit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X