'મોદીના ઉદયથી નીતિશનું રાજકારણ ખતરામાં'

નવી દિલ્હી, 3 જૂલાઇઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે, હું કોઇ રેમ્બો નથી કે હું 15 હજાર લોકોને બચાવીને લઇ આવું. તેમની આ કોમેન્ટને યોગગુરુ બાબા રામદેવને પસંદ પડી નથી, કારણ કે તે હાલ નમો-નમો જપી રહ્યાં છે. જી હાં, બાબા રામદેવે ઉત્તરાખંડમાં પૂરની ઝપેટમાં આપેલા 15 હજાર લોકોને બચાવનારા નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે, સાથે જ નીતિશ કુમાર પર આકરા પ્રહારો કર્યા છે.

બાબાએ કહ્યું કે, નીતિશને ભય છે કે જો મોદીનો રાષ્ટ્રીય સ્તર પર ઉદય થયો તો તેમનું રાજકારણ જોખમમાં પડી શકે છે. સાચું કહું તો નીતિશ કુમારે મોદીના વખામ કરવા જોઇતા હતા, જેમણે એ સમયે આટલી તત્પરતા દર્શાવી. બાબા રામદેવે કહ્યું કે હજુ સુધી મોદીથી સામ્રાજ્યવાદી તાકાતો ડરતી હતી, હવે જે લોકો પછાતોના દમ પર ઉપર ઉઠ્યા છે, તે પણ ડરવા લાગ્યા છે.

baba-ramdev
યોગગુરુએ પોતાના મનની આ ભડાસ મુજફ્ફરપુર જતી વખતે મીડિયા સાથે વાતચીત દરમિયાન કાઢી. તેમને જ્યારે લોકસભા ચૂંટણીમાં મહત્વની ભૂમિકા અંગે પ્રશ્ન કર્યો તો કહ્યું કે હું પહેલાંથી જ મેદાનમાં છું. જો કે, બંધ શબ્દોમાં બાબાએ ભાજપને સમર્થન જાહેર કરી દીધું.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X