For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીથી નારાજ બાબા રામદેવે ધારણ કર્યું મૌન વ્રત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 મે: દેશના નવા વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યોગ ગુરૂ બાબા રામદેવ વચ્ચે નારાજગી આવી ગઇ છે. બાબા રામદેવ નરેન્દ્ર મોદીથી નારાજ છે. આ નારાજગીના લીધે જ તે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં પણ સામેલ ન થયા. બાબા રામદેવની ગેરહાજરીનું અસલી કારણ જાણી શકાયું નથી પરંતુ મીડિયા રિપોર્ટના અનુસાર બાબા રામદેવ નરેન્દ્ર મોદીથી નારાજ છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બાબા રામદેવ પોતાની પસંદગીના સાંસદોને નરેન્દ્ર મોદીની કેબિનેટમાં મંત્રી બનાવવા માંગતા હતા, પરંતુ નરેન્દ્ર મોદીએ તેમનું એક સાંભળ્યું નહી અને તેમની પસંદને નકારી કાઢી. આ નારાજગીના લીધે તે મોદીના શપથ સમારોહમાં સામેલ થયા નહી. બાબા રામદેવ એટલા નારાજ થયા કે તેમને મૌન વ્રત ધારણ કરી લીધુ છે. તેમણે સોમવારે મૌન વ્રત ધારણ કરી લીધું.

modi-ramdev-27

બાબા રામદેવના અંગત આચાર્ય બાલકૃષ્ણ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા. આ પહેલાં સમાચાર મળ્યા હતા કે બાબા રામદેવ પોતાના બે ડઝન અનુનાયીની સાથે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થશે, પરંતુ એવું થયું નહી. અત્રે ઉલ્લેખનીય છે કે બાબા રામદેવે લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કર્યો હતો.

English summary
Besides a few chief ministers, yoga guru Baba Ramdev also skipped the oath-taking ceremony of Prime Minister Narendra Modi. Ramdev had campaigned for the BJP in the Lok Sabha elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X