રામદેવે કહ્યું, 'મોદી જ હરાવી શકે છે કોંગ્રેસને'
નવી દિલ્હી, 4 જૂનઃ એક તરફ ગ્વાલિયરમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓની તુલના કરતું એક વિવાદિત નિવેદન કરવામાં આવ્યા બાદ ખાસ્સી ચર્ચા જાગી હતી, હવે આ ચર્ચામાં આગ લગાવતું નિવેદન બાબા રામદેવ દ્વારા કરવામાં આવ્યું છે. બાબા રામદેવ જાણે કે અડવાણીને સીધો જ જવાબ આપતા હોય, તેમ કહ્યું છે કે, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ કેન્દ્રમાં કોંગ્રેસને હરાવી શકે છે.
યોગગુરુ બાબા રામદેવે મંગળવારે દિલ ખોલીને નરેન્દ્ર મોદીના વખાણ કર્યાં. તેમણે કહ્યું કે, એકમાત્ર નરેન્દ્ર મોદી જ કોંગ્રેસને હરાવી શકે છે. હવે તો કોંગ્રેસની વિદાયમાં જ દેશની ભલાઇ છે. આ સાથે રામદેવે રાહુલ ગાંધી પર પણ નિશાનો તાક્યા હતા.
બાબા રામદેવે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ દેશ સાથે ગદ્દારી કરી છે. કોંગ્રેસના દાગ એવા છે કે તેને કોઇ પાવડરથી ધોઇ શકાય તેમ નથી. તેથી હવે કોંગ્રેસની વિદાયમાં જ દેશની ભલાઇ છે. દેશમાં નરેન્દ્ર મોદી એક સ્થાયી સરકાર આપી શકે છે. બાબા રામદેવે વધુમાં શું કહ્યું તે વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો.

મોદીમાં કોંગ્રેસને હરાવવાનો છે દમ
નરેન્દ્ર મોદીના વખાણ કરવાની સાથો સાથ વિરોધીઓ પર નિશાન પણ લગાવવાનું બાબા રામદેવ ભૂલ્યા નહીં, તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી સિવાય કોઇનામાં હિંમત નથી કે તેઓ કોંગ્રેસને હરાવી શકે, બાકી બધા બસ સ્વપ્ન જોઇ રહ્યાં છે.

રાહુલ પર સાધ્યો નિશાનો
રામદેવે રાહુલ ગાંધી અંગે કહ્યું કે, કોંગ્રેસના યુવરાજ, નરેન્દ્ર મોદી સામે નાદાન બાળક જેવા લાગે છે. તે મોદીને ટક્કર આપવા યોગ્ય નથી. રામદેવે કહ્યું કે, ગત વર્ષે તેમના આંદોલનને કૂચલી નાંખવામાં આવ્યું હતું, પરંતુ આ વખતે જુલાઇમાં તે રામલીલા મેદાન કરતા પણ મોટું આંદોલન કરશે.

આ બાબતોના કારણે જશે સરકાર
બાબા રામદેવે કહ્યું કે વર્તમાન સરકાર આ ત્રણ બાબતોના કારણે જશે. એક સરકારની ખોટી આર્થિક નીતિઓ, બે ભ્રષ્ટાચાર અને ત્રણ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પીએમ છે જ નહીં, તે મોદી સામે પાંગળા દેખાય છે.

બાબા રામદેવે શું કહ્યું પત્રકાર પરિષદમાં
બાબા રામદેવે શું કહ્યું પત્રકાર પરિષદમાં
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
