For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાણામંત્રીની ઘોષણાઓ પર કોંગ્રેસઃ ખોદા પહાડ, નીકલા જુમલા

કોંગ્રેસ પાર્ટીએ મોદી સરકાર પર નિશાન સાધ્યુ. સાથે જ સરકારની બધી ઘોષણાઓને જુમલા ગણાવી દીધી છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસથી પ્રભાવિત લોકોની મદદ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 12 મેના રોજ 20 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજનુ એલાન કર્યુ હતુ. જેના પર નાણામંત્રી સીતારમણે પોતાની ટીમ સાથે રોજ માહિતી જનતાને આપી રહ્યા છે. ગુરુવારે બીજા દિવસે નાણામંત્રીએ પ્રવાસી મજૂરો, ગરીબો અને ખેડૂતો માટે ઘણા મોટા એલાન કર્યા. ત્યારબાદ કોંગ્રેસ પાર્ટીએ મોદી સરકાર પર નિશાન સાધ્યુ. સાથે જ સરકારની બધી ઘોષણાઓને જુમલા ગણાવી દીધી છે.

Randeep Singh Surjewala

નાણામંત્રીની પ્રેસ કૉન્ફરન્સ ખતમ થયા બાદ કોંગ્રેસના પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ ટ્વિટ કરીને લખ્યુ કે નિર્મલા સીતારમણના આર્થિક પેકેજના બીજા દિવસની ઘોષણાઓનો અર્થ - ખોદ્યો પહાડ, નીકળ્યો જુમલો. વળી, કોંગ્રેસ નેતા આનંદ શર્માએ કહ્યુ કે આર્થિક પેકેજ વિશે પીએમ મોદીએ મોટા મોટા વચનો આપ્યા હતા. એવામાં નાણામંત્રીની ઘોષણાઓએ જનતાને નિરાશ કરી છે. કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ પણ સરકાર પર કટાક્ષ કરીને કહ્યુ કે નાણામંત્રી નિર્મલા સીતારમણની પ્રેસ કૉન્ફરન્સમાં ઘમંડ, અજ્ઞાનતા, અસંવેદનશીલતાનુ ક્લાસિક પ્રદર્શન હતુ. કોરોના મહામારીથી નિપટવામાં સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ છે.

  • ખેડૂતોએ 4 લાખ કરોડની લોન લીધી, ખેડૂતોને લોન પર 3 મહિનાની છૂટ આપવામાં આવી. ઈન્ટ્રેસ્ટ સબવેંશન સ્કીમને વધારી 31મે સુધી કરવામાં આવી. 25 લાખ નવા કિસાન ક્રેડિટકાર્ડ આપવામાં આવ્યાં.
  • નાબાર્ડે ગ્રામીણ બેંકોને 29500 કરોડની મદદ આપી છે. બધા વર્કર્સને ન્યૂનતમ વેતનના અધિકાર આપવાની તૈયારી. આવી રીતે ન્યૂનતમ વેતનમાં ક્ષેત્રીય અસમાનતા ખતમ કરવાની યોજના.
  • તમામ કર્મચારીઓ માટે વાર્ષિક હેલ્થ ચેકઅપણ પણ ફરજીયાત કરવાની યોજના. સંસમદાં આના પર વિચાર થઈ રહ્યો છે. મહિલાઓ માટે નાઈટ શિફ્ટમાં કામ કરવાને લઈ ગાઈડલાઈન લાવવામા આવશે.
  • ઘર તરફ વાપસી કરી રહેલા મજૂરોને સહાયતા આપવામાં આવી રહી છે. મનરેગા અંતર્ગત તેમને રોજગાર આપવામાં આવશે. 2.33 કરોડ લોકોને ફાયદો.
  • ન્યૂનતમ મજૂરી પહેલા જ 182થી વધારી 202 રૂપિયા કરી દેવામાં આવી છે.
  • બધા જ પ્રવાસી મજૂરોને 2 મહિના સુધી મફત અનાજ મળશે. આના માટે એક દેશ એક રાશન કાર્ડ લાગૂ થશે, દરેક શહેરમાં રાશનકાર્ડ ચાલશે.
  • જેમની પાસે રાશનકાર્ડ નથી તેમને પણ 5 કિલો અનાજ મળશે. આગલા 2 મહિના માટે 9 કરોડ મજૂરોને લાભ મળશે.
  • શિશુ લૉનઃ 50,000 રૂપિયા સુધીની લૉન આપવામાં આવે છે.
  • કિશોર લૉનઃ 50 હજારથી 5 લાખ રૂપિયા સુધીની લૉન આપવામાં આવે છે.
  • રુણ લૉનઃ 5 લાખથી 10 લાખ રૂપિયા સુધીની લૉન આપવામાં આવે છે.

જાપાનમાંથી હટાવાઈ ઈમરજન્સી, શિંઝો આબેએ કહ્યુ - આજથી નવી જિંદગીની શરૂઆતજાપાનમાંથી હટાવાઈ ઈમરજન્સી, શિંઝો આબેએ કહ્યુ - આજથી નવી જિંદગીની શરૂઆત

English summary
Randeep Singh Surjewala called economic package of modi government jumla
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X