For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેપની સજા મળતા જ ઠંડા થયા આસારામ, ખાવા લાગ્યા જેલની રોટલી

ગોડમેન, સંત, મહાત્મા, દેવદૂત જેવા નામથી ઓળખાતા આસારામ હવે કેદી નંબર 130 નામથી ઓળખાશે. તેમને નાબાલિક સાથે દુષ્કર્મ કરવા બદલ સજા મળી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ગોડમેન, સંત, મહાત્મા, દેવદૂત જેવા નામથી ઓળખાતા આસારામ હવે કેદી નંબર 130 નામથી ઓળખાશે. તેમને નાબાલિક સાથે દુષ્કર્મ કરવા બદલ સજા મળી છે. હવે આસારામ બાપુની ઓળખ કેદી નંબર 130 તરીકે જ થશે. બુધવારે જોધપુર કોર્ટે આસારામને દોષી જાહેર કરીને તેમને ઉમરકેદની સજા સંભળાવી હતી. સુનાવણી પહેલા જયારે આસારામને જેલમાં રાખવામાં આવ્યા હતા ત્યારે તેઓ ખાવાથી પણ ઇન્કાર કરતા હતા પરંતુ હવે પરિસ્થતિ બદલાઈ ગયી છે.

આસારામની બધી જ અકળ નીકળી ગયી

આસારામની બધી જ અકળ નીકળી ગયી

જોધપુર સેન્ટ્રલ જેલમાં લાગેલી કોર્ટ ઘ્વારા શિલ્પી અને શરદચંદ્રને 20-20 વર્ષની સજા આપવામાં આવી છે. જયારે પ્રકાશ અને શિવ ને છોડી દેવામાં આવ્યા છે. આસારામને ઉમરકેદની સજા મળ્યા પછી તેની બધી જ અકળ નીકળી ગયી છે.

ઉદાસ અને શાંત છે આસારામ

ઉદાસ અને શાંત છે આસારામ

જેલ પ્રશાશન ઘ્વારા જે જાણકારી મળી છે તેના મુજબ આસારામ સજા મળ્યા પછી ઉદાસ અને શાંત છે. તેઓ જેલમાં કોઈની પણ સાથે વાત નથી કરી રહ્યા. સજા સાંભળ્યા પછી તેમનો પહેલો દિવસ સામાન્ય કેદી જેવો જ પસાર થયો. તેમની તબિયત બિલકુલ સારી છે પરંતુ તેમને થોડી ગભરાહટ પણ છે.

જેલની રોટલીઓ ખાવા લાગ્યા

જેલની રોટલીઓ ખાવા લાગ્યા

ગુરુવારે તેઓ સવારે 5 વાગ્યે ઉઠ્યા રોજ મુજબ તેમને પૂજા અને યોગ કર્યો. ત્યારપછી સવારે જેલ તરફથી મળતા નાસ્તામાં ચણા અને ગોળ ખાધું. ત્યારપછી તેઓ સુઈ ગયા. સામાન્ય રીતે તેઓ દિવસે સુતા નથી પરંતુ તેઓ આખી રાત જગ્યા હોવાને કારણે સુઈ ગયા. ત્યારપછી તેમને દિવસમાં જેલ તરફથી મળતું જમવાનું ખાધું. આવું પહેલીવાર બન્યું કે તેમને જેલની રોટલી ખાધી કારણકે આ પહેલા તેમનું જમવાનું આશ્રમથી આવતું હતું.

લંચમાં રોટલી અને દૂધીનું શાક

લંચમાં રોટલી અને દૂધીનું શાક

લંચમાં તેમને રોટલી, દૂધીનું શાક અને દાળ આપવામાં આવી હતી. સાંજે 5 વાગ્યે તેમને જેલની ચા મળી પરંતુ આસારામ ચા પિતા નથી. સાંજે 7 વાગ્યે તેમને રાતનું ખાવાનું આપવામાં આવ્યું, તેમના પણ રોટલી, દૂધીનું શાક અને દાળ હતી, જેને આસારામે શાંતિપૂર્વક ખાઈ લીધું.

હમણાં કોઈ કામ નથી કરી રહ્યા આસારામ

હમણાં કોઈ કામ નથી કરી રહ્યા આસારામ

અદાલતે આસારામ ને ઉમરકેદ ની સજા આપી છે. પરંતુ તેમને આસારામ ની ઉમર જોઈને તેમને કોઈ કામ આપ્યું નથી. આસારામને લાચાર લોકોની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. હજુ સુધી તેમને જેલના કપડાં પહેર્યા નથી.

English summary
A day after he was sentenced to life for raping a 16-year-old devotee, self-styled godman Asaram appeared crestfallen as he lost the status of a ‘special’ prisoner.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X