કદાચ નહીં જાણતા હોવ નરેન્દ્ર મોદીની આ અજાણી વાતો
વારાણસી, 23 એપ્રિલઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ જ્યારે પોતાના વૈવાહિક જીવન અંગે શપથફત્રમાં ખુલાસો કર્યો તો આ મુદ્દો આખા દેશમાં ચર્ચાનો વિષય બની ગયો. તમામ લોકો એવા હતા, જે એ સાંભળીને ચોંકી ગયા કે મોદી પરણિત છે. કદાચ તમે પણ ચોંકી ગયા હશો, જો ના તો, આજે અમે અહી જે વાતો રજૂ કરવા જઇ રહ્યાં છીએ, તેને વાંચીને જરૂર તમે આશ્ચર્ય પામશો.
જીહાં, નરેન્દ્ર મોદી અંગે એવા ઘણા રહસ્ય છે, જે આમ જનતા નહીં જાણતી હોય. તેમાના કેટલાક અમે નીચે તસવીરો થકી જણાવી રહ્યાં છીએ. જેમાં તમને નરેન્દ્ર મોદી સાથે જાડાયેલી રસપ્રદ વાંચવા મળી શકે છે. જેમાં તેમના જીવન સાથે જોડાયેલી અજાણી વાતો અને ચૂંટણી સાથે જોડાયેલી રોચક વાતો છે.

મોદીએ કર્યો છે ઇમેજ મેનેજમેન્ટનો કોર્સ
મોદી પહેલાથી સારા વક્તા નહોતા. મોદી જેવા છે, તેવા બનવા માટે તેમણે અમેરિકાથી પબ્લિક રિલેશન અને ઇમેજ મેનેજમેન્ટનો કોર્સ કર્યો હતો. આ કોર્સ મોદીએ અમેરિકામાં કર્યો હતો.

મોદીને લાગે છે ભય
દેશભરના નેતા કંઇપણ કહે મોદીને કોઇ ફેર પડતો નથી, પરંતુ જનતા એક શબ્દ બોલી દે તેવું તે ક્યારેય ઇચ્છતા નથી, તેઓ જનતાથી સૌથી વધારે ડરે છે, ખાસ કરીને તે એ વાતથી હંમેશા ડરે છેકે તેમના પર કોઇ જૂતુ, ઇંડા કે ટમાટર ના ફેંકે.

કવિ અને લેખક છે મોદી
અટલ બિહારી વાજવાયીની જેમ મોદી પણ એક સારા કવિ અને લેખક છે, પંરતુ તે માત્ર ગુજરાતીમાં રચનાઓ લખે છે.

અનેક પુસ્તકો લખી ચૂક્યા છે
આરએસએસ કાર્યકર્તા તરીકે નરેન્દ્ર મોદી પોતાના જીવનમાં અનેક પુસ્તકો લખી ચૂક્યા છે. જેમાં હિન્દુત્વવાદી નેતાઓની આત્મકથા પ્રમુખ છે. સાથે જ પોતાના અનુભવોના આધારે પણ તેઓ અનેક પુસ્તકો લખી ચૂક્યા છે.

હિમાલય તપ કરવા જતા રહ્યાં હતા મોદી
પોતાની યુવા અવસ્થામાં મોદી હિમાલય તપ કરવા જતા રહ્યાં હતા. ત્યા અમુક વર્ષો ગાળ્યા બાદ તે પરત ફર્યા અને આરએસએસમાં જોડાયા, ત્યારે તેમને સારી રેન્ક મળી.

નો સ્મોકિંગ નો લિકર
મોદીની લાઇફસ્ટાઇલ એકદમ અલગ છે. તે પૂર્ણ રીતે શાકાહારી છે અને દારૂ તથા સિગારેટને હાથ પણ અડાડતા નથી.

મોદીના પિતાને હતો ટી સ્ટોલ
નરેન્દ્ર મોદી જ નહીં પરંતુ તેમના પિતા પણ ચા વેંચતા હતા.












Click it and Unblock the Notifications
