For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રદ્ધાની હત્યાને સાચી ઠેરવનારો રાશિદ હકીકતમાં વિકાસ નિકળ્યો, વીડિયો વાયરલ કર્યો હતો!

દિલ્હીના ચકચારી શ્રદ્ધા હત્યા કેસને લઈને પોલીસ સતત તપાસ કરી રહી છે. આ કેસને લઈને હાલમાં વીડિયોમાં એક યુવકે શ્રદ્ધાની હત્યાને યોગ્ય ગણાવી હતી. હવે પોલીસે આ યુવકની ધરપકડ કરી લીધી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : દિલ્હીના ચકચારી શ્રદ્ધા હત્યા કેસને લઈને પોલીસ સતત તપાસ કરી રહી છે. આ કેસને લઈને હાલમાં વીડિયોમાં એક યુવકે શ્રદ્ધાની હત્યાને યોગ્ય ગણાવી હતી. હવે પોલીસે આ યુવકની ધરપકડ કરી લીધી છે. સૌથી મોટી વાત એ છે કે પોતાને રાશિદ તરીકે ઓળખાવનારો આ યુવક હકિકતમાં વિકાસ હોવાનું સામે આવ્યુ છે.

Rashid

બુલંદશહર પોલીસ અનુસાર, પકડાયેલો યુવક મૌલાબાદ ગામનો રહેવાસી છે અને તેનું નામ રાશિદ ખાન નહીં પરંતુ વિકાસ કુમાર છે. આ યુવકે વીડિયોમાં પોતાને રાશિદ ખાન ગણાવ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ તેની શોધમાં હતી. ચોંકાવનારી વાત એ છે કે આરોપી સામે અગાઉ પણ આર્મ્સ એક્ટ સહિત ચોરીના 5 કેસ નોંધાયેલા છે.

શ્રદ્ધાની હત્યાને લઈને અલગ અલગ લોકો પોતાના મંતવ્ય છે. જો કે એકસુરમાં કોઈપણ લોકો હત્યાને વ્યાજબી ઠેરવી નથી રહ્યાં. આ યુવાને હત્યાને યોગ્ય ઠેરવી હતી. આ યુવાન વીડિયોમાં આરોપી આફતાબ પૂનાવાલાને સપોર્ટ કરતો જોવા મળ્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને હવે આરોપીને દબોચી લીધો છે.

આ વીડિયોમાં યુવકને કહેતો સાંભળી શકાય છે કે, જો મગજ ખરાબ હોય તો 35ને બદલે વ્યક્તિ કોઈના 36 ટુકડા કરી શકે છે. કોઈના ટુકડા કરવા સરળ છે. વીડિયોમાં યુવક પોતાનું નામ રાશિદ ખાન બતાવે છે અને પોતાને બુલંદશહરનો રહેવાસી ગણાવે છે. આ વીડિયો વાયરલ થયા બાદ યુવક પ્રત્યે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કેટલાક લોકોએ યુવકની ધરપકડની માંગ પણ કરી હતી. હવે પોલીસે આરોપીની દિલ્હીથી ધરપકડ કરી હતી.

English summary
Rashid who justifies Shraddha's murder turns out to be Vikas
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X