For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેવ પાર્ટી: 14 અર્ધનગ્ન છોકરીઓ સહિત 36ની ધરપકડ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

rave-party
દેહરાદુન, 3 ડિસેમ્બર: મોડી રાત સુધી ફુલ વોલ્યૂમ, જગમગ લાઇટો, નશામાં ડૂબેલા યુવાનોની ફોજ અને કડકડતી ઠંડીમાં અર્ધનગ્ન અવસ્થામાં ઠૂમકાં લગાવી રહેલી બલાઓ. આ વર્ણન દ્રારા તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીં રેવ પાર્ટીની વાત થઇ રહી છે. પહાડો વચ્ચે ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં શનિવારે રાત્રે પોલીસે હોટલમાં ચાલી રહેલી એક રેવ પાર્ટી પર ઓચિંતિ રેડ પાડી. આ રેડ દરમિયાન પોલીસે 36 લોકોની ધરપકડ કરી હતી જેમાં 14 છોકરીઓનો સમાવેશ થાય છે.

પોલીસ દ્રારા મળતી માહિતી મુજબ બાતમીદારોએ જાણકારી આપી હતી કે દેહરાદુનના જાખન વિસ્તારમાં એક હોટલમાં રેવ પાર્ટી ચાલી રહી છે. માહિતી મળતાંની સાથે જ પોલીસે પોલીસે હોટલ પર ઓચિંતિ રેડ પાડીને રેવ પાર્ટીની મજા માણી રહેલી 14 છોકરીઓ સહિત 36 લોકોની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે ધરપકડ કરવામાં આવેલા લોકો પર એક્સાઇઝ એક્ટ હેઠળ કેસ દાખલ કરી તેમને જામીન પર છોડી મૂકવામાં આવ્યાં છે.

પોલીસે ઘટનાસ્થળેથી દારૂની બોટલો અને ડ્રગ્સ મળી આવ્યો છે. જો કે છોકરા અને છોકરીઓએ ડ્રગ્સનું સેવન કર્યું હતું કે નહી તે જાણવા માટે તેમના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યાં છે અને ટેસ્ટ માટે મોકલવામાં આવ્યાં છે. જેમના બ્લડ ટેસ્ટ પોજીટીવ આવશે અને તેમના પર કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે પાર્ટીમાં ભાગ લેનારા યુવાનો દેહરાદુનની વિભિન્ન શિક્ષણ સંસ્થાઓમાં ભણનારા વિદ્યાર્થીઓ છે. જ્યારે કેટલાક યુવકો દિલ્હીથી પાર્ટી માણવા આવ્યા હતા.

English summary
As many as 36 people, including 14 girls, were arrested at a rave party at a club in Jakhan locality in Dehradun.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X