For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RBIમાં નોકરી માટે ઉત્તમ તક, વિવિધ મદદનીશ પદો માટે નીકળી છે ભરતી

RBIમાં નોકરી માટે ઉત્તમ તક, વિવિધ મદદનીશ પદો માટે નીકળી છે ભરતી

|
Google Oneindia Gujarati News

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) માં નોકરી ઈચ્છતા હોય તો આ સમાચાર તમારા માટે છે. આરબીઆઈએ 926 મદદનીશ પદો માટે અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ પોસ્ટ માટે ઉમેદવારો અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી છે.

પોસ્ટની માહિતી અને લાયકાત

પોસ્ટની માહિતી અને લાયકાત

પોસ્ટનું નામ - સહાયક (આસિસ્ટન્ટ)

કુલ પોસ્ટ્સ - 926

આ ભરતી આરબીઆઈની વિવિધ ઓફિસો માટે કરવામાં આવી રહી છે.

શૈક્ષણિક લાયકાત

આ પોસ્ટ માટે અરજદારે ગ્રેજ્યુએશન 50% સાથે પાસ કરેલુ હોવુ જોઈએ. એસસી, એસટી અને પીડબ્લ્યુડી અરજદારો ફક્ત સાથે અરજી કરી શકે છ.

પગાર ધોરણ

બેઝીક પે સ્કેલ -14,650

આ ઉપરાંત અન્ય ભથ્થા ઉમેરાશે. હાલમાં સહાયક પદ માટેનો પગાર 36,000 રૂપિયા છે.

પસંદગી પ્રક્રિયા

પસંદગી પ્રક્રિયા

આ પદો માટેની પસંદગી દેશ કક્ષાએ સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા કરાશે.આ માટે પ્રથમ પરીક્ષા 14 થી 15 ફેબ્રુઆરી 2020 ની વચ્ચે લેવાશે. જ્યારે મુખ્ય પરીક્ષા માર્ચ 2020 માં લેવાશે. બંને પરીક્ષાઓ ઓનલાઇન હશે. મુખ્ય પરિક્ષામાં બાદ મેરીટમાં સ્થાન પામનાર વિદ્યાર્થીઓએ લેંગ્વેજ પ્રોફિશિયંશી ટેસ્ટ (એલપીટી) પાસ કરવી પડશે. આ પરિક્ષા રાજ્યની સત્તાવાર અને સ્થાનિક ભાષા અનુસાર લેવાશે.

વયમર્યાદા

ઉમેદવારની ઉંમર 20 થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઓબીસી ઉમેદવારોને 3 વર્ષ, એસસી/એસટી ઉમેદવારોને 5 વર્ષ અને પીડબ્લ્યુડી ઉમેદવારોને ૧૦ વર્ષની છૂટ આપવામાં આવી છે.

અરજી કેવી રીતે કરશો?

અરજી કેવી રીતે કરશો?

આ પોસ્ટ માટે ઉમેદવારો rbi.org.in પર ઓનલાઈન અરજી કરી શકશે. ફી ની વાત કરીએ તો સામાન્ય અને ઓબીસી ઉમેદવારો માટે 450 રૂપિયા અને એસસી/એસટી ઉમેદવારો માટે 50 રૂપિયા છે.

આ બિઝનેસ છે સાવ સહેલો, થશે લાખોની કમાણીઆ બિઝનેસ છે સાવ સહેલો, થશે લાખોની કમાણી

English summary
RBI Recruitment 926 assistant posts in rbi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X