જૂની નોટ બદલાવાના આરોપમાં આરબીઆઇના સીનિયર અધિકારીની ધરપકડ

Subscribe to Oneindia News

નોટબંધીના નિર્ણય બાદ દેશભરમાં ધડાધડ પકડાઇ રહેલા કાળાનાણા અને તેના માલિકો પર કસાઇ રહેલા સકંજા વચ્ચે બેંગલુરુમાં સીબીઆઇની ટીમે રિઝર્વ બેંકના એક અધિકારીની ધરપકડ કરી છે. આરબીઆઇના આ અધિકારી પર કમિશન લઇને જૂની નોટોને નવી નોટોમાં બદલાવાનો આરોપ છે. દરોડામાં ટીમે કરોડો રુપિયાની નવી નોટો સાથે 8 લોકોની પણ ધરપકડ કરી છે.

rbi

જાણકારી મુજબ આરોપ છે કે આરબીઆઇની બેંગલુરુ ઓફિસમાં સીનિયર સ્પેશિયલ આસિસટંટ પદ પર તૈનાત માઇકલ નામનો આ અધિકારી કમિશન લઇને કાળાનાણાને નવી નોટોમાં બદલવાનું કામ કરતો હતો.

આ લોકોને સીબીઆઇએ સ્ટેટ બેંક ઓફ મૈસૂરમાં આશરે 1.5 કરોડ રુપિયાની લેવડ-દેવડના મામલામાં પક્ડ્યા છે. તમને જણાવી દઇએ કે નોટબંધીના નિર્ણય બાદ મોટી સંખ્યામાં કાળાનાણુ પકડાઇ રહ્યુ છે.

મંગળવારે જ ઠાણે ઉલ્લાસનગરમાં આવકવેરા વિભસગની ટીમે પોણા દસ લાખ રુપિયાની રકમ જપ્ત કરી છે. આમાં કેટલીક રકમ નવી નોટોમાં અને બાકીની જૂની નોટોમાં છે.

English summary
rbi senior officer arrested in bangalore for alleged money laundering.
Please Wait while comments are loading...