For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીમાં હવે જો ઘોંઘાટ કર્યો તો લાગશે 1 લાખ રૂપિયાનો દંડ, ધ્વનિ પ્રદૂષણ પર DPCCનુ કડક વલણ

ધૂમાડો અને ધ્વનિ પ્રદૂષણ સામે ઝઝૂમી રહેલી દિલ્લી માટે હવે દિલ્લી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ વધુ કડક થઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ધૂમાડો અને ધ્વનિ પ્રદૂષણ સામે ઝઝૂમી રહેલી દિલ્લી માટે હવે દિલ્લી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ વધુ કડક થઈ ગઈ છે. દિલ્લીમાં વધતા ઘોંઘાટ માટે દિલ્લી પ્રદૂષણ કંટ્રોલ કમિટી( DPCC)એ દંડની રકમમાં ફેરફાર કરવાની ઘોષણા કરી છે. જે મુજબ હવે દિલ્લીમાં ધ્વની પ્રદૂષણ કરનારે એક લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. નવા નિયમ મુજબ નિર્ધારિત સમય પછી કોઈ પણ વ્યક્તિ ફટાકડા ફોડવા પર રહેણાંક અને કૉમર્શિયલ વિસ્તારમાં 1000 રૂપિયા અને 3000 રૂપિયાનો દંડ કરવામાં આવશે.

firecracker

આ ઉપરાંત જો કોઈ રેલી, લગ્ન કે ધાર્મિક ઉત્સવમાં ફટાકડાના નિયમોનુ ઉલ્લંઘન કર્યુ તો આયોજકે રહેણાંક અને વ્યાવસાયિક વિસ્તારોમાં 10,000 રૂપિયા અને સાયલેન્ટ ઝોનમાં 20,000 રૂપિયા સુધીની ચૂકવણી કરવી પડશે. જો એક જ વિસ્તારમાં બીજી વાર નિયમોનુ ઉલ્લંઘન કર્યુ તો દંડની રકમ વધારીને 40,000 કરી દેવામાં આવશે. જો બે વારથી વધુ નિયમોનુ ઉલ્લંઘન કરવામાં આવશે તો એક લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે અને વિસ્તારને સંશોધિત નિયમો મુજબ સીલ કરી દેવામાં આવશે.

આ ઉપરાંત ડીપીસીસીએ જનરેટર સેન્ટરોના કારણે થતા ધ્વનિ પ્રદૂષણની સમસ્યાને ઉકેલવા માટે પગલાં લીધા છે. ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા મશીનોને જપ્ત કરવા માટેની પણ જોગવાઈ કરી છે. આ પ્રસ્તાવોને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે સ્વીકારી લીધા છે. સંબંધિત વિભાગોને નવા નિયમો લાગુ કરવા અને દર મહિને તેનો રિપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે દેશની રાજધાની દિલ્લીમાં દિવાળીના સમયે ફટાકડા ફોડવાથી સ્મૉગની મુશ્કેલી થઈ જાય છે અને બીજા દિવસે આખી દિલ્લી ઝેરી ધૂમાડામાં લપેટાઈ જાય છે. વળી, વધતા ધ્વનિ પ્રદૂષણના કારણે પણ લોકોને મુશ્કેલી થઈ રહી છે માટે કડકાઈથી આનુ પાલન કરાવવા માટે દંડની રકમમાં સુધારો કરવામાં આવ્યો છે.

English summary
Re. 1 lakh fine for creating noise pollution announced by Delhi Pollution Control Committee.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X