દિલ્હીમાં ફરીથી ચૂંટણી થશે તો 'આપ'ને ઓછા વોટ મળશે: સર્વે
નવી દિલ્હી, 20 ડિસેમ્બર: દેશની રાજધાની દિલ્હીમાં સરકાર બનાવવાથી માંડીને આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી પત્તા ખોલ્યા નથી. ભાજપ દ્વારા મનાઇ કર્યા બાદ સરકારે બનાવવાને લઇને આપ ચિંતન કરી રહી છે. માનવામાં આવે છે કે પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ દરેક સંભાવનાઓ પર ચિંતન કર્યા બાદ જ સરકાર બનાવશે.
તેમના પર કોંગ્રેસ અને ભાજપ પર હુમલા ચાલુ રાખશે. આરોપ લાગી રહ્યાં છે કે તેમને જનતાને ખોટા વાયદા કર્યા અને તેમના વોટ પ્રાપ્ત કર્યા. હવે તેમને લાગે છે કે તે પોતાના વાયદાઓને પુરા નહી કરી શકે એટલે તે સરકાર બનાવવાની ના પાડી રહ્યં છે.
કોંગ્રેસના બિન શરતી સમર્થનની જાહેરાતને આપ આદમી પાર્ટીને ઘેરી લીધી છે. અરવિંદ કેજરીવાલ હા કે ના કહી શકતા નથી. તેમને કહ્યું હતું કે તે જનતાના મંતવ્ય દ્વારા સરકાર બનાવશે. આ દરમિયાન એબીપી અને નીલસન સર્વેમાં એ વાત સામે આવી છે કે જો દિલ્હીમાં ફરીથી ચૂંટણી થશે તો આમ આદમી પાર્ટીને ઓછી સીટો મળશે.

આ સર્વેમાં જનતા પાસે મંતવ્ય માંગવામાં આવ્યું હતું કે શું કોંગ્રેસના સમર્થન દ્વારા આમ આદમી પાર્ટીએ સરકાર બનાવવી જોઇએ? સર્વેમાં 80 ટકા લોકોએ હા કહ્યું હતું કે કેજરીવાલે કોંગ્રેસના સમર્થનમાં સરકાર બનાવવી જોઇએ. તો 19 ટકા લોકોનું માનવું છે કે તેમને કોંગ્રેસ સાથે હાથ મિલાવવો જોઇએ નહી.
આ સર્વેમાં દિલ્હીના 64 ટકા લોકો ફરીથી ચૂંટણીના વિરોધમાં છે. જ્યારે 33 ટકાનું કહેવું છે કે ફરીથી ચૂંટણીમાં કોઇ વાંધો નથી. જ્યારે લોકોને પૂછવામાં આવ્યું છે કે શું ફરીથી ચૂંટણી થતાં આમ આદમી પાર્ટીને વોટ આપશે? આ પ્રશ્નના જવાબમાં 64 ટકા લોકોએ આપના પક્ષમાં વોટ આપ્યા હતા જ્યારે 28 ટકા તેમના પક્ષમાં ન હતા. ખાસ વાત એ છે કે આ પ્રકારના સર્વેમાં 71 ટકા લોકોએ આ ચૂંટણીમાં આપને વોટ આપ્યા હતા. પરંતુ આજની સ્થિતીમાં 64 ટકા લોકો જ કેજરીવાલને વોટ આપવા માંગે છે. આનાથી એક વાત સાબિત થાય છે કે દિલ્હીમાં 7 ટકા લોકોને આપ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.












Click it and Unblock the Notifications
