For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાંચો: કોંગ્રેસ પાર્ટીના જયપુર ઘોષણાપત્રને

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

rahul-sonia
જયપુર, 20 જાન્યુઆરી: કોંગ્રેસે પોતાની જયપુર ઘોષણામાં કહ્યું હતું કે સમાજને તોડનાર અને ધ્રુવીકરણ કરનારા વિરૂદ્ધ વૈચારિક લડાઇ માટે દેશના બધા ધર્મો અને પ્રગતિશીલ શક્તિઓને એકમત થવું જોઇએ. પાકિસ્તાનનું નામ લીધા વિના કોંગ્રેસે પોતાના જયપુર ઘોષણાપત્રમાં આજે કહ્યું હતું કે પડોશી દેશ સાથે વાતચીત 'યોગ્ય સભ્ય વ્યવહારોના સિદ્ધાંત' પર અધારિત થવી જોઇએ અને જ્યારે આવા સિદ્ધાંતોનું ઉલ્લધન થાય છે ત્યારે ભારતે યોગ્ય પગલાં ભરવામાં સંકોચ થવો જોઇએ નહી.

પાર્ટીના જે વરિષ્ઠ નેતા ચુંટણી માટે કોઇ ઉમેદાવારની ભલામણ કરશે તો તેમને તે ઉમેદવારની નિષ્ફળતાની જવાબદારી લેવી જોઇએ. સંગઠનના બંધારણમાં ભાઇ-ભત્રીજાવાદ વિશેષ ચિંતાનો વિષય છે અને આ પ્રવૃતિને દ્રઢતાથી રોકવી જરૂરી છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને જિલ્લા કોંગ્રેસ સમિતિઓના અધ્યક્ષોએ કાર્યકાળની સંખ્યા બે સુધી સિમિત રાખવી જોઇએ અને પ્રત્યેક કાર્યકાળની સમયમર્યાદા ત્રણ વર્ષથી વધું હોવી ન જોઇએ.

ચુંટણી દરમિયાન પાર્ટીના ઉમેદવારો અંગે નિર્ણય કરતાં સમયે તેમના જીતવાની ક્ષમતાને જ આધાર બનાવવી જોઇએ. ઉમેદવારોની વફાદારી અને જીતવાની ક્ષમતા વચ્ચે સંતુલનને જોવાની જરૂર છે.

કોંગ્રેસે કહ્યું હતું કે તે યૂપીએ સરકારના કાર્ય પ્રદર્શા, સ્થિરતાના વાયદા, સારું વહિવટી તંત્ર, પાર્ટીના મૂલ્યોને પુનસ્થાપનના વચન સાથે જનતા વચ્ચે જશે. કોંગ્રેસ તે સ્વિકારે છે કે લધુમતિઓના અધિકાર હજુ સંપુર્ણ રીતે સુરક્ષિત નથી.

જયપુર ઘોષણામાં કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસ દરેક સ્તર પર ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ખાસ કરીને રાજકીય અને નોકરશાહી સ્તર પર ભ્રષ્ટાચારને દૂર કરવાની લડાઇમાં અગ્ર રહેશે. કોંગ્રેસ મહાસમિતિએ રાહુલ ગાંધીને પાર્ટીના ઉપાધ્યક્ષ બનાવવાના કોંગ્રેસ કાર્યસમિતિના નિર્ણયને મંજૂરી આપી.

English summary
Congress today called on all secular forces and progressive forces of the country to unite in ideological battle against those who polarise and divide the society.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X