વાંચો : રાહુલ ગાંધીના ભાષણ અંગે કોણે શું કહ્યું?

રાહુલે લાગણીશીલ થઇને પોતાના ભાષણમાં પોતાની અંગત જિંદગીની વાત કરતા જણાવ્યું કે "ગઇ કાલે રાત્રે તમારામાંથી ઘણા બધાએ મને રૂબરૂમાં આવીને અભિનંદન આપ્યા. પણ ગઇ કાલે રાત્રે મારી માતા મારા રૂમમાં આવ્યા. મારી બાજુમાં બેસીને રડ્યાં. તેમણે મને કહ્યું કે પાવર (સત્તા) ઝેર સમાન છે. કેમ કે તેઓ જાણે છે કે મારે રાજકારણમાં ઝેર પીવાનું છે. હું જાણી જોઇને આ ઝેર પીવા તૈયાર થયો છું કારણ કે મારે ઝેર પીને પાર્ટીને મજબૂત, સશક્ત બનાવવાની છે."
આ તમામ મુદ્દાઓને સાંભળીને લોકો ટિ્વટર પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. જે આ મુજબ છે...
ભાજપના મીડિયા ઇન્ચાર્જ નિર્મલા સીતારમણે જણાવ્યું કે "રાહુલને શુભેચ્છાઓ. તેમણે શાસક પક્ષના નેતાની જેમ ભાષણ આપવાને બદલે વિરોધ પક્ષના નેતા જેવું ભાષણ આપ્યું છે.
જાણીતા કોલમિસ્ટ અને વિશ્લેષક બી રમણે જણાવ્યું કે "રાહુલનું ભાષણ પ્રભાવક રહ્યું. ભાષણમાં તેમની વિચારશીલતા ઝળકતી હતી. ભાષણ સારી રીતે લખાયેલું અને લાગણી સાથે સારી રીતે વણાયેલું હતું. રાહુલના વિરોધીએને તેનાથી આશ્ચર્ય થયું હશે."
જાણીતા પત્રકાર સાગરિકા ઘોષને રાહુલનું ભાષણ "રાહુલની અત્યાર સુધીના તમામ ભાષણોમાં પ્રથમવાર આ વધારે અંગત અને રસપ્રદ ભાષણ હતું."
મુંબઇમાં એક એડ એજન્સીમાં કામ કરતા જોય દાસે જણાવ્યું કે "રાહુલ ગાંધીનું ભાષણ સારું રહ્યું. આ ભાષણ નરેન્દ્ર મોદીના વધારે પડતા જુસ્સાદાર અને જુઠ્ઠાંણા ધરાવતા ભાષણથી વિરોધાભાસી હતું."
કોલકત્તાના શિવ મિશ્રાએ જણાવ્યું કે "ગુજરાતમાં રાહુલની કંટાળાજનક સ્પીચ બાદ પ્રથમવાર સારી સ્પીચ આપી છે."
મીડીયાકર્મી બરખા દત્તે ટિ્વટર પર લખ્યું છે કે "રાહુલ ગાંધીની આ અત્યાર સુધીની સૌથી સારી સ્પીચ હતી."












Click it and Unblock the Notifications
