સોનિયા ગાંધી કહે તો ઝાડૂ લગાવવા માટે પણ તૈયાર છું: ચરણદાસ મહંત

કેન્દ્રીય રાજ્ય મંત્રી પોતાનું પદ સંભાળતાં ચરણદાસ મહંત પોતાની નવી જવાબદારીને સફળતાપૂર્વક નિભાવી શકશે કે નહી, આ અંગે તેમને પૂછવામાં આવતાં તેમને કહ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી મને છત્તીસગઢના પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં ઝાડૂ લગાવવાનું કહે તો પણ હું તે કામ કરીશ.
છત્તીસગઢમાં તાજેતરમાં થયેલા નક્સલી હુમલામાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નંદકુમાર પટેલ સહિત 30 લોકોના નિધન બાદ ચરણદાસ મહંતને છત્તીસગઢ પ્રદેશ કોંગ્રેસના કાર્યવાહક અધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે.












Click it and Unblock the Notifications
