For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલનો રિએલિટી શો ‘નચ દિલિયે’ નક્કી કરશે દિલ્હીનું ભવિષ્ય

|
Google Oneindia Gujarati News

(અજય મોહન) અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ જોઇને નચ બલિયેના રાજુ શ્રીવાસ્તવની યાદ આવી ગઇ, જે દર અઠવાડિયે જનતાને વોટની અપીલ કરે છે કે જો તમને મારું પરફોરમન્સ સારુ લાગ્યું હોય તો ટાઇપ કરો.... મોકલો એસએમએસ... લોક ઇન કરો... એ જ રીતે અરવિંદ કેજરીવાલે દિલ્હની જનતાને પૂછ્યું છે કે શું તેઓ કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવે. જેમનો જવાબ હા હોય, તે આપવામાં આવેલા નંબર પર એસએમએસ મોકલી શકે છે. અમારી વેબસાઇટ અને ફેસબુકના પેજ પર જઇ શકે છે. સાચું કહીંએ તો દિલ્હીમાં હવે નવા રિયાલિટી શો ‘નચ દિલિયે' શરૂ થઇ ચૂક્યો છે, જેને હોસ્ટ કરી રહ્યાં છે અરવિંદ કેજરીવાલ અને નાચવાની છે દિલ્હીની સરકાર.

arvind-kejriwal
પહેલા જાણીએ કે કેજરીવાલે શું કહ્યું છે, ‘અમારી પાર્ટી દિલ્હીની જનતાને પત્ર લખી રહી છે. આ પત્રની 25 લાખ કોપીઓ વેચવામાં આવશે, જેમાં તેમની સલાહ માગવામાં આવશે. જનતા આમ આદમી પાર્ટીના ફેસબુક પેજ અને અધિકૃત વેબસાઇટ પર જઇને પોતાની સલાહ પી શકે છે. તે યસ અને નો લખીને નંબર 08806110335 પર મોકલી શકે છે. તમે તમારી સલાહ ફેસબુક ફેનપેજ પર અથવા તો આમ આદમી પાર્ટી ડોટ ઓઆજી પર પણ મોકલી શકો છો.

કેજરીવાલનો આ કોન્સેપ્ટ સારો છે. જો આવનારા સમયમાં ચૂંટણીમાં આ કોન્સેપ્ટના આધારે પાર્ટીઓ ટીકીટ આપવાનું શરૂ કરી દે, તો કદાચ આપણી સંસદ અને વિધાનસભાઓમાં ક્રિમિનલ્સની એન્ટ્રી સંપૂર્ણપણે બંધ થઇ જશે. કારણ કે આમ જનતા પહેલા જ ટીકીટ આપનારને ના પાડી દેશે. તો પાર્ટી કેવી રીતે પોતાના પગ પર જાતે જ કુહાડી મારે. આમ તો આ કોન્સેપ્ટ લોકપાલ બિલ, એન્ટી રેપ બિલ વિગેરે જેવા બિલ પાસ કરવા માટે પણ કરી શકાય છે, જેથી જનતાની ભાગીદારી સુનિશ્ચિત કરી શકાય.

આ તો બધી ભવિષ્યની વાતો છે, જો વર્તમાનની વાત કરવામા આવે તો નચ દિલિયે ગેમ શો શરૂ થઇ ચૂક્યો છે. રાજકિય જાણકારોનું કહેવું છે કે, જનતા જો હામાં જવાબ આપે તો પણ કેજરીવાલ કોંગ્રેસ સાથે સરકાર નહીં બનાવી શકે, કારણ કે જો દિલ્હીમાં કોંગ્રેસ સાથે સરકાર બનાવી લીધી તો કેજરીવાલ 22 રાજ્યોમાં લોકસભા ચૂંટણી લડનારા ઉમેદવારોના મત નબળા પડી જશે. જો જનતાનો જવાબ ના હશે, તો કેજરીવાલથી વધુ ખુશ કોઇ નહીં હોય, કારણ કે કેજરીવાલ પણ દિલથી કોંગ્રેસ સાથે સરકાર બનાવવા નથી માગતા.

ભાજપ-કોંગ્રેસ રમી શકે છે ગેમ

જેવું કે આપણે બધા જાણીએ છીએ, કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સોશિયલન નેટવર્કિંગ સાઇટ પર જોરદાર રીતે એક્ટિવ છે, તેથી કેજરીવાલને ભ્રમીત કરવા માટે ભાજપ અને કોંગ્રેસ ‘હા'માં વોટિંગ કરી શકે છે. જો એવું થયું તો કેજરીવાલના આ ઓપિનિયન પોલના પરિણામ ઇન્ટરનેટ અને પત્રાચાર બન્નેમાં સંપૂર્ણપણે તફાવત હશે. ટીવી ચેનલો પર ભલે ગમે તેટલા રિયાલિટી શો આવતા હોય, ગમે તેટલા વોટ કરવામાં આવતા હોય પરંતુ એક આમ આદમીને ક્યારેય પણ તેમની વોટિંગ પર વિશ્વાસ નહીં હોય જરા વિચારો જો ટીવી ચેનલ્સની વોટિંગ પર વિશ્વાસ ના થયો તો પછી કેજરીવાલના વોટિંગ સિસ્ટમ પર કેવી રીતે વિશ્વાસ રહેશે?

English summary
Realty Show of Arvind Kejriwal is begin in Delhi. This will decide the future of the state assembly. The voting lines will en on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X