For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના, દેહરાદૂનમાં જાહેર કરાયુ રેડ એલર્ટ

હવામાન વિભાગે આજે ઉત્તરાખંડના ઘણા શહેરોમાં ભારે વરસાદ માટે 10 જુલાઈ માટે યલો એલર્ટ જાહેર કર્યુ છે જ્યારે દહેરાદૂન, ઉત્તર કાશી અને ટિહરીમાં આગામી 2થી 3 કલાક માટે રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

મોનસુનના વરસાદે જ્યાં મુંબઈમાં ઉત્પાત મચાવી દીધો ત્યાં બીજી તરફ દેશના બીજા રાજ્ય વરસાદ માટે તરસી રહ્યા છે અને અહીં લોકો ખરાબ રીતે હેરાન છે. હાલમાં હવામાન વિભાગે આજે ઉત્તરાખંડના ઘણા શહેરોમાં ભારે વરસાદ માટે 10 જુલાઈ માટે યલો એલર્ટ જાહેર કર્યુ છે જ્યારે દહેરાદૂન, ઉત્તર કાશી અને ટિહરીમાં આગામી 2થી 3 કલાક માટે રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

આ પણ વાંચોઃ અભિનેત્રીનો સનસનીખેજ ખુલાસોઃ ડ્રગ્ઝ આપીને આદિત્ય પંચોલીએ કારમાં કર્યો રેપ, ત્યારે હું 17 વર્ષની હતીઆ પણ વાંચોઃ અભિનેત્રીનો સનસનીખેજ ખુલાસોઃ ડ્રગ્ઝ આપીને આદિત્ય પંચોલીએ કારમાં કર્યો રેપ, ત્યારે હું 17 વર્ષની હતી

દેહરાદૂનમાં રેડ એલર્ટ જાહેર

દેહરાદૂનમાં રેડ એલર્ટ જાહેર

તમને જણાવી દઈએ કે રેડ એલર્ટનો અર્થ થાય છે ખતરનાક સ્થિતિ, જ્યારે હવામાન વધુ ખરાબ હોવાની સંભાવના રહે તો રેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે, જ્યારે યલો એલર્ટનો અર્થ થાય છે ખતરા માટે સાવધાન રહો.

મોનસુને આપી રાજસ્થાનમાં દસ્તક

મોનસુને આપી રાજસ્થાનમાં દસ્તક

હાલમાં બે દિવસ પહેલા જ મોનસુને રાજસ્થાનમાં દસ્તક આપી છે અને હવામાન વિભાગનું કહેવુ છે કે આગલા બે-ત્રણ દિવસમાં મોનસુન ઉત્તર ભારતના આઠ રાજ્યોમાં વરસવા માટે આગળ વધી રહ્યુ છે અને બહુ જલ્દી અહીં ભારે વરસાદ થશે. વિભાગે કહ્યુ છે કે ઉત્તર-પશ્ચિમ ભારતના હરિયાણા, ચંદીગઢ, દિલ્લી, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને મધ્ય પ્રદેશના બાકીના ભાગોમાં આગામી 48 કલાકમાં મોનસુનના વરસાદની સંભાવના છે.

ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશ

ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશ

ઉત્તર પ્રદેશ અ હિમાચલ પ્રદેશમાં પણ બહુ સારો વરસાદ થવાની સંભાવના છે. વળી, દિલ્લી સુધી મોનસુન પહોંચવામાં થોડો સમય છે જ્યારે આવનારા ચારથી પાંચ દિવસો દરમિયાન દિલ્લી, નોઈડા, ગુરુગ્રામ, ફરીદાબાદ અને ગાઝિયાબાદમાં ઝડપી પવનો સાથે ધૂળ ભરેલી આંધી અને હળવા વરસાદની ગતિવિધિઓ થવાની સંભાવના છે. દિલ્લી અને રાષ્ટ્રીય રાજધાની (એનસીઆર)ના અલગ અલગ સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે.

મુંબઈમાં આજે ફરીથી એકવાર શહેરમાં ભારે વરસાદની સંભાવના

મુંબઈમાં આજે ફરીથી એકવાર શહેરમાં ભારે વરસાદની સંભાવના

હવામાન વિભાગે (આઈએમડી)એ મુંબઈમાં આજે ફરીથી એક વાર શહેરમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જો કે સોમવારે થયેલા વરસાદના મુકાબલે ગુરુવારે ઓછો વરસાદ થવાની સંભાવના છે. આ પહેલા બુધવારે રાતે વરસાદ ન થવાથી મુંબઈકરોએ રાહતનો શ્વાસ લીધો. વળી, બુધવારે પણ હાઈ ટાઈડનું એલર્ટ જાહેર થયુ છે.

English summary
red alert in dehradun and uttar kashi very heavy rain warning in uttarakhand
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X