For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈમાં રેડ એલર્ટ, શાળા કોલેજ બંધ, ઉત્તરાખંડમાં પણ થઈ શકે છે આફતનો વરસાદ

ભારતીય હવામાન વિભાગની ચેતવણી બાદ આજે મુંબઈ, ઠાણે અને કોંકણમાં બધી શાળા અને કોલેજ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

એક વાર ફરીથી માયાનગરી મુંબઈમાં ભારે વરસાદનુ સંકટ મંડરાઈ રહ્યુ છે. ભારતીય હવામાન વિભાગની ચેતવણી બાદ આજે મુંબઈ, ઠાણે અને કોંકણમાં બધી શાળા અને કોલેજ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આજે બધી શાળા અને જૂનિયર કોલેજમાં રજા ઘોષિત કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને બાંદ્રા વેસ્ટથી ભાજપ ધારાસભ્ય આશિષ શેલારે શાળા-કોલેજ બંધ રાખવાની માહિતી ટ્વીટ દ્વારા આપી છે. તમને જણાવી દઈએ કે મુંબઈમાં આ વર્ષે રેકોર્ડ તોડ વરસાદ થયો છે.

મુંબઈમાં રેડ એલર્ટ

મુંબઈમાં રેડ એલર્ટ

જ્યારે સ્કાઈમેટના જણાવ્યા મુજબ માત્ર 3 કલાકમાં મુંબઈના સાંતાક્રૂઝમાં 38 મિમીનો વરસાદ નોંધવામાં આવ્યો છે. એજન્સીના જણાવ્યા મુજબ આજે થનાર વરસાદની તીવ્રતા બહુ વધુ થશે એટલા માટે લોકોને ચેતવણી આપવામાં આવી છે, એજન્સીએ કહ્યુ છે કે આજે પાલઘર, વાશી, ઠાણે, ખારઘર, રાયગઢ, નેરુલ, પનવેલ, બદલાપુરના ભાગો સહિત તેની આસપાસના વિસ્તારોમાં પણ મૂસળધાર વરસાદની સંભાવના છે. આ ઉપરાંત લોનાવલા, માથેરાન, મહાબળેશ્વર અને અલીબાગના ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના છે.

મૂસળધાર વરસાદની સંભાવના

મૂસળધાર વરસાદની સંભાવના

આગામી વરસાદની ભારે તીવ્રતાના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ ફરીથી બની શકે છે. જેના કારણે મુંબઈ શહેરમાં પરિવહનની સમસ્યા જોવા મળશે. આગામી મૂસળધાર વરસાદ માટે સ્કાઈમેટ દ્વારા પહેલેથી જ રેડ એલર્ટ જારી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ પીએમ મોદી માટે પાકના એરસ્પેસ ન ખોલવાના નિર્ણય પર ભારતે વ્યક્ત કરી નારાજગી, ફરીથી કરો વિચારઆ પણ વાંચોઃ પીએમ મોદી માટે પાકના એરસ્પેસ ન ખોલવાના નિર્ણય પર ભારતે વ્યક્ત કરી નારાજગી, ફરીથી કરો વિચાર

ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદનું એલર્ટ

મુંબઈના ઉપરાંત ઉત્તરાખંડમાં પણ 21 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અહીંના પૌડી, ચમોલી, નૈનીતાલ અને પિથૌડગઢમાં 20 અને 21 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં અટકી અટકીને વરસાદ થઈ રહ્યો છે. આના કારણે ગંગા નદીનું જળસ્તર પણ વધી રહ્યુ છે. બુધવારે પણ હવામાન વિભાગે ઉત્તરકાશી, પૌડી, હરદ્વાર, નૈનીતાલ અને ઉધમસિંહ નગરમાં ભારે વરસાદનુ યલો એલર્ટ જારી કર્યુ હતુ.

English summary
red alert in mumbai all schools to remain closed today heavy rain expected in uttarakhand
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X